SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું કે તમારા પતિને તમે દિવસે બોલવાની તક આપો બધું સારું થઈ જશે... જન્મતાની સાથે જ “દીક્ષા' શબ્દ સંભળાયો. નાનકડા વજસ્વામી, એ શબ્દથી જાતિસ્મરણ જ્ઞાન પામે છે. એના મનમાં થાય છે કે મારા પિતાએ દીક્ષા લીધી તો મારે પણ દીક્ષા લેવી છે. મને દીક્ષા શી રીતે મળે? જેની જરૂર ઊભી થાય તેની શોધ શરૂ થાય. પાણીની તરસ તો પગલા પાણિયારા તરફ, ભૂખ લાગે તો ગતિ રસોડા તરફ... પ્રવચનની રૂચિ પ્રગટી તો પ્રગતિ ઉપાશ્રય તરફ. રૂચિ પ્રમાણે પગલા મંડાય છે. અભિલાષા એ પ્રકૃતિનો પ્રવેશ દ્વાર છે. જેવી તમારી અભિલાષા તેવાં તમારા પગલા. વજકુમારે દીક્ષાની અભિલાષા કરી અને માતાનો રાગ તોડવાના પગલા ભર્યા. સુનંદા આવે ને રડવા માંડે. આખો દિવસ રડયા જ કરે. આખરે સુનંદા કંટાળી ગઈ. હર સુખની સાથે દુઃખ જોડાયેલું જ છે. એક શેઠ હતા. જરા તકલીફ થાય ને મોઢું ચડાવી દે. પત્નીએ પૂછ્યું શું થયું? શેઠે જવાબ આપ્યો કાંઈ નહી. શેઠાણી ભારે પતિવ્રતા છે. આગ્રહ કરીને પૂછે છે શેઠ જવાબ આપે છે કે આ આખી રોટલી ખાવાની કેટલી તકલીફ થાય છે. શેઠાણી કહે છે કાલથી ટુકડા કરી આપીશ. ૨ થી ૪ દિવસ પછી ફરી શેઠ ઉદાસ થઈ જતાં શેઠાણીએ પૂછતાં શેઠે કહ્યું રોટલીના ટુકડા મોઢામાં નાખતાં કંટાળો આવે છે શેઠાણીએ કહ્યું કે હવેથી હું મોઢામાં નાખી આપીશ. શેઠ આઠ દિવસ રાજી રહ્યા પછી પાછા નારાજ શેઠાણીએ પૂછ્યું વળી શું થયું? શેઠે કહ્યું બધું તું કરી આપે છે પણ ચાવવું તો મારે પડે છે. શેઠાણીએ કહ્યું એ તાકાત મારી નથી. ખુદ ભગવાન પણ આપણને સુખી ન કરી શકે. સુખી થવું હોય તો જાત મહેનત ઝીંદાબાદ. સુખ દુઃખના કારણે આપણે પોતેજ છીએ. આપણે પોતે જ પોતાની મનોવૃત્તિથી સુખદુ:ખ પામીએ છીએ આટલું ગણિત આપણને સમજાઈ જવું જોઈએ. સુનંદા કંટાળી ગઈ. તે બોલવા લાગી બાપ આવે ત્યારે આપી દઉં. પ્રેમ હોય ત્યાં પથ્થર પણ બોલતા લાગે અને પ્રેમ ન હોય તો મા-બાપ પણ મૂંગા લાગે. આજનો માનવી બધાને સાચવી શકે છે, મા-બાપને સાચવી શકતો નથી. સંસ્કારી માણસ પાસે શ્રીમંતાઈ આવે ત્યારે સંઘ, ૯૯ યાત્રા વગેરે કરાવે. કુસંસ્કારી પાસે લક્ષ્મી વધે ત્યારે એના ઘરે બોર્ડ લાગી જાય “કૂતરાથી સાવધાન.” વજસ્વામીના પિતાજી આજે ગામ પધાર્યા છે. રડવાનું બંધ નથી કરતા ત્યારે સુનંદા કંટાળી ગઈ. બસ આજે આ રોતલ બાળકને એના પિતાને સોંપી દઈશ. પિતાજી મહારાજ ગોચરી #t s t atest Estate ext = = ર ૭૩ kiss tarted its results is f aizarrett
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy