SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગમાં તૂટી જાય છે. અશુભમાં જતા આ મનને રોકવા સતત શુભ ક્રિયાયોગમાં જોડાયેલા રહો. એક દિવસ ચોક્કસ ભાવને ખેંચી લાવશે. કૂવાના કાંઠા પર વારંવાર ઘસાતું દોરડું તો ઘસાઈ જાય પણ કૂવાનો કાંઠો પણ ઘસાઈ જ જાય છે. ક્રિયાત્મક માર્ગ મહાન છે. આગળ વધતા રહીશું તો આજે નહિ તો કાલે સાચી ક્રિયા માર્ગ હાથ આવી જશે. સાચા ક્રિયા માર્ગ માટે શુભક્રિયાની જરૂર છે. શુભક્રિયાનો ઉપયોગ જરૂરી છે. શુભભાવોમાં આગળ વધીશું તો કર્મક્ષય ચોક્કસ થશે. શુભક્રિયા કરતા ક્રિયામાં ભાવ વિજળીની જેમ ઝબકી જશે તો પણ કામ થઈ જશે. પ્રસન્નચંદ્રના ભાઈ વલ્કલચિરીના કેવળ જ્ઞાનનું કારણ શું? નાનકડી ક્રિયાએ પામ્યા પરિણામ. સંન્યાસી વલ્કલચિરી વનમાં પોતાના ખાવા માટેના જૂના વાસણોની ધૂળ સાફ કરે છે... સાફ કરતા કરતા મન ચિંતનના ચકરાવે ચડ્યું. આવું મેં કયાંક કર્યું છે? આવો વિચાર કયારે આવ્યો? પોંજવાની ક્રિયા કરી ત્યારે ને? વિચારમાં તલ્લીન બનાવવાનું કામ પણ ક્રિયાએજ કરાવ્યું ને? જે વિચારમાં તમે ઊંડા ઉતરો એ વિચાર તમારામાં ઊડે ઉતરે. જ્ઞાનીઓ જણાવે છે કે પ્રારા-પદાર્થ અને પરિસ્થિતિના વિચારમાં ઊંડું ઉતરવા જેવું નથી. એનામાં ઊંડા ઉતરવાથી પરેશાનીઓજ વધે છે. અંતે જીવ સ્વયં દુઃખી થાય છે. વલ્કલચિરીને પૂર્વભવના સંસ્કાર યાદ આવતાં જ જાતિસ્મરણ જ્ઞાન થાય છે. વલ્કલચિરી તાપસ વિચારે છે કે પૂર્વભવમાં હું સાધુ હતો પાત્ર પડિલેહણા હું આ રીતે કરતો હતો. તમે વાસણ સાફ કરો અને સાધુ પાત્રા સાફ કરે બન્નેમાં ફરક છે. સાધુની ક્રિયામાં જયણાના ભાવ છે. તમે કપડા ધુઓ અને સાધુ કાપ કાઢે. ક્રિયા એકની એકજ છતાં ભાવમાં ફરક થઈ જાય. આજે પણ સૂરતના બાબુલનાથમાં એક સુખી સંપન્ન શ્રાવક આજે પણ બાથરૂમસંડાસનો ઉપયોગ નથી કરતા. ક્રિયા સરખી પણ ભાવમાં તરતમતા આવી જાય. પાત્રા પૂંજતા જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું. તાપસને અફસોસ થાય છે સાધુ બનીને હું ઉપર ચડવાને બદલે હું નીચે ઉતર્યો. આપણને પણ આવો અફસોસ થવો જોઈએ. ઉપાશ્રયમાંથી ઘરે જવામાં આનંદ આવે? શ્રાવકને સંવરમાંથી આશ્રવમાં જવું પડે તો દુઃખ થાય સામાયિક લેતા આનંદ થાય કે પારવામાં આનંદ? એક સોસાયટીમાં ઉપાશ્રય હતો. ઉપાશ્રયના એક સામણબેન હતા. ૧ ts s ats sta giriseva is a series |
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy