SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે. ધર્મ કરતાં જેને આનંદ નથી એને ધર્મથી આનંદ મળવો મુશ્કેલ છે. પાપ કરતાં જે દુઃખી છે એને પાપથી દુ:ખ આવવું મુશ્કેલ છે. મિથ્યાત્વી પાપના ઉદયમાં દુ:ખી હોય છે સમક્તિ પાપ કરતાં દુઃખી હોય છે. હસતા હસતાં ધર્મ કરવો તે હજી કદાચ સહેલું છે પણ પાપ રડતાં રડતાં કરવું એ તો ખૂબ જ મુશ્કેલ છે. સત્વ પ્રચંડ જોઈએ... સમર્પણ મજબૂત જોઈએ... લક્ષ નિશ્ચિત જોઈએ... મંઝિલે પહોંચવામાં પછી કોઈ તકલીફ નથી. ધર્મમાં વિભાવ દશા અને સ્વભાવ દશા વચ્ચે પ્રભાવ આવે. પાપમાં ખેંચી જનાર પ્રભાવ છે જયારે સ્વભાવ પ્રભાવમાં ખેંચી જાય છે. પરમાત્માનું આકર્ષણ છે શું? શું કામ તેમની દેશના સાંભળવા આકર્ષાયા... પ્રભાવને કારણે... નિર્ણાયક બળ પ્રભાવ છે. ભારે કર્મી જીવને સ્વભાવ ખેચ્યા વગર ન રહે; હળુકર્મી જીવને પ્રભાવ ખેંચ્યા વગર ન રહે. ભગવાનની અંગરચના શાને માટે કરો છો? ... રાગ છે માટે... નવકારનો ભાવ જાગે ને માળા ગણી તે જુદી. સંસારમાં સ્વભાવ ખેંચે, ધર્મમાં પ્રભાવ ખેંચે. સ્વભાવ અને વિભાવ બન્ને દશામાં લઈ જાય તે પ્રભાવ. પ્રભાવનો વિરોધ નથી પણ તે વિભાવ તરફ લઈ જશે તો માર્યા વિના નહીં રહે. સર્વત્યાગની પરાકાષ્ઠાનું કેવું અપૂર્વ દર્શન કરાવવામાં આવે છે! ઔદયિક ભાવોનો ત્યાગ (ધર્મસંન્યાસ) કરી ક્ષાયોપથમિક ભાવોમાં આવવાનું. જે મહાત્માએ ક્ષપક ક્ષેણિ પર આરોહણ કર્યું... ક્ષમા વગેરે લાયોપથમિક ધર્મો પણ ચાલ્યા જાય... અને ક્ષાયિક ગુણો પ્રગટી જાય. પરંતુ જયાં ચૌદમા ગુણસ્થાનકે આત્માએ આરોહણ કર્યું, ત્યાં યોગનિરોધ કરવા દ્વારા સર્વ યોગોનો પણ ત્યાગ કરી દેવામાં આવે છે. કાયાદિયોગનો ત્યાગ કરવાથી શૈલેશી અવસ્થામાં “અયોગ' નામના સર્વસંન્યાસરૂપ સર્વોત્તમ યોગની પ્રાપ્તિ થાય છે. આ સર્વ ત્યાગનું લક્ષ નિરંતર રાખીને આપણે વર્તમાનમાં ઔદયિક ભાવોના ત્યાગનો પુરુષાર્થ કરવાનો છે. કાદવવાળા રસ્તે ચાલવાના ત્રણ વિકલ્પ : (૧) કાદવવાળા રસ્તે ચાલતા ન પડે તો ચમત્કાર (૨) કાદવ વાળા રસ્તે ચાલતા પડી જાય તો સહજ તે કરૂણાને પાત્ર નથી. (૩) કાદવવાળા રસ્તે ચાલતા પડીને ઊભો જ ન થાય તે કરૂણતાને પાત્ર છે. આપણામાંથી આ ત્રણમાંથી કયો વિકલ્પ? સાધના કરવા પડયા. પડી ગયા કે પડ્યા જ નથી? કાદવવાળા રસ્તે ચાલતા ન પડે તેનો મોક્ષ નક્કી. છૂટી ગયેલી પૂજામાં ક્રમ તો તૂટે છે, સાથે મન પણ તૂટે છે. ૨. સ્થૂલિ ભદ્ર- પડીને બહાર આવ્યા. નંદિષેણ પડ્યા નહિ. અષાઢાભૂતિ પડ્યા ને તૂટયા. ન પડવા માટેના બે વિકલ્પ અને પહોંચવું
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy