SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્ણતાથી પૂર્ણતા તરફ જિનશાસનની આદર્શ પરંપરામાં ઉચ્ચકક્ષાના વિદ્વાન કહી શકાય તેવા પરોપકારી ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ અનેક સમસ્યાનું સમાધાન જ્ઞાનસાર ગ્રંથમાં આપી રહ્યા છે. સાધક સાધના કરતા કદાચ જીવનમાં હતાશ થઈ જાય. જીવનમાં વિશ્વાસ ડગી જાય ત્યારે સ્થિરતા અને વિશ્વાસ સાથે ઉત્સાહ ભરવાનું કામ ઉપાધ્યાયજી કરી રહ્યા છે. એમની કલમમાં શાહી કરતા સરસ્વતી આવી રાજસ્થાની ભાષામાં પણ તેમણે અનેક પ્રાકૃત હશે એટલે સંસ્કૃત રચનાઓ કરી છે. - - અમદાવાદનો એક પ્રસંગ : સાંજે પ્રતિક્રમણમાં સજ્ઝાયનો આદેશ ગુરુદેવે આપ્યો. પોતે સંસ્કૃત સજઝાય બોલ્યા. આ સંસ્કૃત સજ્ઝાય સાંભળી એક શ્રાવકે કહ્યું, “મહારાજ, સજ્ઝાય બોલ્યા પણ ખબર ન પડી. કાશીમાં બાર વર્ષ રહીને ઘાસ કાપેલું કે ગુજરાતી સઝાય ન આવડે.” આમને આમ સમતા રાખવી એ અલગ છે અને સમય ઉપર સમતા રાખવી અલગ છે. અધિકાર વખતે ધિક્કાર મળે ત્યારે સમતા રહે તો જિન શાસન ફળ્યું કહેવાય. પદનો મદ આવવો સહેલું છે, પણ એને પરમપદની પ્રાપ્તિ નથી મળતી. બીજે દિવસે યશોવિજયજીએ પ્રતિક્રમણમાં સજ્ઝાયનો આદેશ લઈ *ગુજરાતી સઝાય બોલવા લાગ્યા. દોઢ કલાક સુધી બોલતા રહ્યા. શ્રાવક કહે પૂર્ણ કરો. ત્યારે યશોવિજયજી કહે, “આ તો બાર વર્ષ કાશીમાં જે ઘાસ કાપ્યું છે એ ઘાસના પુડા જ વાળું છું.” પેલા ભાઈએ આવી ક્ષમા માંગી. એ ભાઈ યશોવિજયજીના પ્રેરણાસ્રોત બન્યા. એમણે એ ભાઈને ઉપકારી માન્યા કે જેમની મીઠી ટકોરથી તેઓ કેટલી ગુજરાતી રચનાઓ કરી શક્યા. તેઓ જીવનભર એ શ્રાવકને યાદ કરતા રહ્યા. જ્ઞાનસારના પ્રથમ શ્લોકમાં ખૂબ જ મહત્ત્વની વાતો સમજાવી છે. શબ્દાર્થ કરતા ભાવાર્થમાં વધારે આનંદ અને ભાવાર્થ કરતા રહસ્યાર્થમાં વધારે મજા આવે. •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy