SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યની આધારશીલા છે ત્યાગ ઈન્દ્રિયોનો જય ન થાય ત્યાં સુધી ત્યાગનો ભાવ આવતો નથી. નજર સામે અનેક પરીબળો છે. વૈરાગ્ય પેદા થાય તો ત્યાગ થાય જીવનમાં વૈરાગ્ય આત્મસાત થયો હોય તો ત્યાગ જીવનમાં આવ્યા વિના રહે નહીં. વૈરાગ્યની ભૂમિકા શું? વિકર્ષણ એટલે વૈરાગ્ય. જે ઘર પ્રત્યે વૈરાગ્ય હોય તેના પ્રત્યે ત્યાગ કેટલો? ત્યાગ પ્રતિષ્ઠિત થાય તો વૈરાગ્ય આવ્યું સમજવું વૈરાગ્યની આધાર શિલા ત્યાગ છે, વિરતીની આધાર શિલા વૈરાગ્ય છે. અનંત ઉપકારી શાસ્રકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘ત્યાગ’ અષ્ટકમાં કહે છે, તમે એક વસ્તુનો કે એક વ્યક્તિનો ત્યાગ કરો એ મહત્વની વાત નથી. તમે કઈ રીતે, કઈ દૃષ્ટિએ ત્યાગ કરો છો એ મહત્વનું છે. માતાનો, પિતાનો, પ્રિયાનો, સ્વજન અને સ્નેહીનો ત્યાગ કરવાની પ્રેરણા આપનારા જ્ઞાની પુરુષો તમને અહીં અભિનવ માતા, પિતા, પ્રિયા વગેરેનો પરિચય કરાવે છે ને એમની સાથે સંબંધ બાંધવા પ્રેરણા કરે છે. ઈન્દ્રિયો પર વિજય મેળવનાર માટે સ્થૂલ જગતનાં પાત્રોનો ત્યાગ કરવો સહેલો બની જાય છે. એક ઉત્તમ સ્થાનને પ્રાપ્ત ક૨વા માટે પૂર્વના સ્થાનનો ત્યાગ કરવો પડે છે. લોકોત્તર માતપિતાની અ-ભૌતિક વાત્સલ્યભરી ગોદમાં ખેલવા માટે, લૌકિક માતાપિતાનો ત્યાગ કર્યા વિના કેમ ચાલે? હા, એ ત્યાગ દ્વેષથી કે તિરસ્કારથી નથી કરવાનો, પરંતુ લોકોત્તર માતાપિતા પ્રત્યેના તીવ્ર આકર્ષણના કારણે એમનો ત્યાગ કરવાનો છે... આપણે એ મમતાભર્યા માતાપિતાને વિનવીએ. આપણને તેમના બંધનમાંથી મુક્ત કરવા પ્રાર્થના કરીએ. ‘હે માતા અને પિતા! કબૂલ કરીએ છીએ કે આપનો અમારા ૫૨ સ્નેહ છે... પરંતુ લાચાર છીએ. અમે આપના સ્નેહનો પ્રત્યુત્તર સ્નેહથી WL_C_DIL_KI_JAMATMETABLE(CTET)T - * . ૨૫૫ Vi ______!* * 1W C 3021302302122222338323253230232338522323521212138
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy