SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રધ્ધાથી સ્વીકારો. જયોતિષ શાસ્ત્ર પણ કહે છે, પ્રભાતે કરદર્શનથી બુદ્ધિ મળે. પ્રાતઃકાલ મંગલ થાય તો રાત્રી શાંતિથી પસાર થાય. વિનયરત્ન છરીથી ઉદાયન રાજાનું ગળું કાપી ચાલ્યા ગયા. ઉદાયન રાજા પૌષધ કરીને સૂતાં કયાં હતા? ગુરૂ મહારાજની પાસે પૌષધ કરી. ગુરૂ મહારાજના સહવાસમાં રાત્રી પસાર કરવાથી જીવન પણ ધન્ય બની જાય છે. થોડીવારે ભીનાશનો અનુભવ થતાં ગુરૂ મહારાજ જાગી ગયા. આચાર્ય મહારાજ વિચારમાં પડી ગયા, આ શું? ગુરૂ મ. સમજી ગયા કે આ વિનયરત્ન રાજાનું ખૂન કરીને ચાલ્યો ગયો છે. સવાર પડતાં લોકો જોશે તો બોલવા માંડશે. જૈન સાધુએ રાજાનું ખૂન કર્યું. આ તો શાસનની હિલના થશે. સમુદાયનું ગચ્છનું નુકસાન કદાચ ચલાવી લેવાય, પરંતુ શાસનને નુકસાન થાય એ તો ન જ ચાલે. મારી કે તમારી ખાતર શાસનને કયારે પણ નુકસાન ન થવું જોઈએ. આપણે કેટલું જીવવાના અને પરમાત્માનું શાસન કેટલું ચાલવાનું છે? શ્રાવક શાસનને ઠેસ પહોંચે એવું કાર્ય કયારે પણ ન કરે. અનુશાસન વગર શાસન ચાલતું નથી. પરમાત્માની આજ્ઞાથી ગૌતમ સ્વામી દેવશર્માને પ્રતિબોધવા ગયા હતા. પંચાશક સૂત્રમાં એક સુંદર વાત આવે છે કે મોટો સમુદાય હોય એ વખતે ગોચરી આદિના સામાન્ય દોષ જોઈ ગુરૂકુલવાસનો ત્યાગ કરનારો મોટા દોષનો ભોગ બની પતનને નોતરે છે. સમુદાયની મહત્તા વધારે છે. હંમેશ શ્રીફળ બોલવું. જાયફળ બોલવામાં મજા નથી. ઉંચા ઘરાક હોય અને માલ હલકો હોય તો પણ ન ચાલે. ૫૨માત્માના શાસનને પામ્યા પછી ચારિત્ર કોઈ વ્યક્તિ લે તો તે ગુરૂકુલવાસમાં ૨હે. ગુરૂદેવનો કયારે ત્યાગ કરવાનો ન હોય. કેવલજ્ઞાન થયા પછીની વાત અલગ છે. કક્ષા કક્ષાએ ધર્મ કરવાનો છે. પહેલી કક્ષાએ અહિંસા પરમો ધર્મ કરવાનો છે. આણાએ ધમ્મો, વત્યુ સહાવો ધમ્મો. અનુક્રમે ધર્મ ચડતી કક્ષાએ થાય છે. ભગવાન મહાવીર સ્વામીને પ્રતિક્રમણ કરવાની જરૂર ન હોય અને ગૌતમ સ્વામીને દ૨૨ોજ પ્રતિક્રમણ કરવાનું હોય. કેવલજ્ઞાન થયા પછી. ગૌતમ સ્વામિ પ્રતિક્રમણ ન કરે. ઉચ્ચ કક્ષામાં પહોંચેલાને જરૂર ન હોય. એક વાક્ય આજથી વાગોળવા માંડો – વિષ કરતાં વિષયો ભયંકર છે. ગૌરી શંકર મહારાજની જમાલ ગોળીઓની વાતોથી કશું નહીં થાય. જાસુસો પાછા આવ્યા. શત્રુરાજા કહે છે. કેમ આટલા જલ્દી પાછા આવ્યા? જાસુસો કહે છે. આ રાજાના સૈન્યની કોઈ ગણતરી જ નથી. રાજા કહે છે તમે શી રીતે જાણ્યું? જાસુસો કહે છે મહારાજ! અક્કલથી સમજાઈ જાય એવી વાત છે. સવારથી સાંજ સુધી લાખો માણસો ગામના તળાવે આવી AX_its_Awes_1_-_LAALIST INIT)TEL L M ૨૫૩ As resis Yo ******* 20 21 22 23 25249202323520200208
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy