SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ્ય છે. (૫) જયાં સુધી ગ્રહણ અને આસેવન એ બંને શિક્ષાના સમ્યફ પરિણમનથી શુદ્ધ આત્મસ્વરૂપના (સંશય અને વિપર્યાસથી રહિત) બોધ વડે પોતાના આત્મામાં ગુરૂપણું ન આવે ત્યાં સુધી ઉત્તમ ગુરૂ (જ્ઞાનદાતા આચાર્ય) સેવવા જોઈએ ? અહીં ગુરૂપણું આવવાનાં બે કારણોનો નિર્દેશ કર્યો છે. (૧) ગ્રહણ આસેવન શિક્ષાનું સમ્યક્ પરિણમન. (૨) શુદ્ધ આત્મસ્વરૂપનો બોધ. ગ્રહણ આસેવન શિક્ષાના સમ્યક્ પરિણમનથી શુદ્ધ આત્મસ્વરૂપનો બોધ થતાં ગુરૂપણું આવે છે. આથી સાધુએ પ્રથમ ગ્રહણ આસેવન શિક્ષા પોતાના આત્મામાં પરિણમે એવા લક્ષ્ય પૂર્વક ગુરૂસેવા કરવી જોઈએ એવો ગર્ભિત ઉપદેશ આપ્યો છે. ગુરૂની પાસે સૂત્ર-અર્થનો અભ્યાસ એ ગ્રહણશિક્ષા. પ્રતિલેખનાદિની ક્રિયાનો અભ્યાસ એ આસેવનશિક્ષા. અર્થાત્ સાધુ ધર્મના આચારોનું જ્ઞાન મેળવવું એ ગ્રહણશિક્ષા અને એ આચારોનું પાલન કરવું એ આસેવન શિક્ષા. અથવા ગ્રહણ કરેલા = સ્વીકારેલા વ્રતાદિધર્મનું જ્ઞાન (શિક્ષા) મેળવવું તે ગ્રહણશિક્ષા ગ્રહણ કરેલા વ્રતાદિધર્મનું આસેવન-પાલન થઈ શકે, એ માટે પ્રતિલેખનાદિ આચારોનું જ્ઞાન (શિક્ષા) મેળવવું એ આસેવન શિક્ષા. ज्ञानाचारादयोऽपीष्टाः, शुद्धस्वस्वपदावधि । निर्विकल्पे पुनस्त्यागे, न विकल्पो न वा क्रिया ।।६।। (૬) જ્ઞાનાવર - જ્ઞાનાચાર વગેરે આચારો ઉપ-પણ શુદ્ધ-સ્વસ્વ-પદ્રઅર્વાધ- શુદ્ધ એવા પોતપોતાના પદની મર્યાદા સુધી રૂછા-ઈષ્ટ છે પુન:- પણ નિર્વિધે- વિકલ્પ ચિંતાથી રહિત ત્યાં-ત્યાગમાં વિકલ્પ-વિકલ્પ -નથી -અને ક્રિયા-ક્રિયા ન-નથી. (૬) જ્ઞાનાચારાદિ પણ પોત પોતાના શુદ્ધપદની મર્યાદા સુધી ઈષ્ટ છે = સેવન કરવા જોઈએ. નિર્વિકલ્પ ત્યાગની અવસ્થામાં વિકલ્પ નથી અને ક્રિયા પણ નથી. ૧. ૨. વિ.આ.ભા. ગા. ૩૪૫૯ ધ.સં.ભા. ૨ ગા. ૮૬ * જરાક છે Y Ritatisthis Y ક્યtes is a Y aiviizatiાં કા Y imit
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy