SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ થાય એનાથી અનેકગણું દુઃખ વનસ્પતિને થાય. નક્કી કરો આજથી વનસ્પતિ ઉપર પગ મૂકીને ન ચાલવું. એક સરદારજીને આપઘાત કરવાનું મન થયું. રેલ્વેના પાટા ઉપર ગયા. અડધો કલાક પણ ભૂખ્યા ન રહેવાય એ પોતાની સ્થિતિ હોવાના કારણે સાથે ટિફિન લઈને ગયા. અડધા કલાક પછી ટિફિન ખોલી ખાવા બેઠા. ત્યાંથી પસાર થતા માણસે પૂછ્યું, સરદારજી યહાં ક્યા કર રહે હો? સરદારજી કહે મરને આયા હું. જયાં અડધો કલાક ખાવાનું નથી મૂકાતું ત્યાં મરવાની વાત ક્યાં ટકે? આજે માણસ તૃપ્તિ માટે ચારેબાજુ ભટકે છે. ભટકતા ભટકતા જે પદાર્થોના સેવનથી થોડીવાર માટે શાંતિ મળે છે એને જ સમજે છે કે તૃપ્તિ મળી ગઈ. પણ એ નરી ભ્રમણા છે. દારૂનું પાન કર્યા પછી તે માણસ વિચારે છે કે દારૂથી ફુર્તિ આવી ગઈ એ તેની વ્યર્થ કલ્પના છે. પદાર્થોમાં સુખ આપવાની તાકાત છે જ નહીં. કોઈ કહે છે ચાથી હુર્તિ આવી જાય છે ત્યારે બીજાને ઉબકા પણ આવી જાય છે. કોઈ કહે છે દૂધથી તંદુરસ્તી મળે છે જ્યારે બીજાને દૂધ પચતું પણ નથી. આ બધું બતાવે છે કે સુખ પદાર્થ કે કોઈ વિષયમાં નથી પરંતુ માણસના ચિત્તમાં છે. મન જેનાથી રીઝે ત્યાં સુખ અને ખીજે ત્યાં દુ:ખ. પદાર્થની અંદર સુખ છે જ નહિ. ઈન્દ્રિયોને ગમે તેટલા ખારા પાણી પીવડાવવાથી તૃપ્તિ થવાની નથી. એકવાર સંગીત સાંભળ્યા પછી તમને ક્યારેય એવું થયું કે હવે ક્યારેય સાંભળવું નથી. વર્ષોથી ટી.વી. જોવા છતાં ક્યારેય કહ્યું કે બસ, હવે આ છેલ્લી વાર! આંખની ક્ષમતા કદાચ ઘટી જાય છે. પરંતુ આંખની પાછળના ભાગમાં રહેલી લાલસાઓ ક્યારેય ઘટતી નથી. જેનો જે સ્વભાવ હોય તેની પાસેથી તે મળે. સાકરમાંથી મીઠાશને બદલે કડવાશ ક્યાંથી મળે? રેતીમાં તેલ છે જ નહિ. ગમે તેટલી વાર પીલીએ છતાં તેલ થોડું મળે? બસ આવું જ ઈન્દ્રિયોનું. દેહ મરે છે પણ વાસનાઓ નથી કરતી. લાલસાઓ, ઈચ્છાઓ, અતૃપ્તિઓ નાગણો થઈ લબકારા મારતી જ રહે છે. એમાં આત્માને સમતાજ્ઞાન-સ્થિરતા - મગ્નતા ક્યાંથી આવે? મા જમાઈઓને પોંખવા ગઈ છે. આ બાજુ ટેન્શનમાં આવી ગયેલી છોકરી ઘરમાં ગઈ. ઘાસતેલ છાંટી આગ ચાંપી દીધી. ધમાલની વચ્ચે આગના ભડકા થયા. બધાએ આવીને જોયું તો છોકરી બળીને ભડથું થઈ ગઈ હતી. છોકરા આવ્યા ત્યારે છોકરી તો ચાલી ગઈ હતી. દ્રાક્ષપાક જબ 6 :3 3 કરાયા ) મરે ૨૩૪ SIEશા : IITE ITI શાકભાજી ETINY RE! It is a Yes it
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy