SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ 'સંઘર્ષમાં સમાધાન કયા...? જ્ઞાનસારના શમાષ્ટકમાં લખાયેલી વાતો જીવનમાં કોતરવા જેવી છે. ચિત્તની વૃત્તિઓને સમભાવમાં રાખવાની વાત કરી છે. કુટુંબ, સમુદાય, સંઘ બધેજ સમભાવથી સુખ ફેલાય છે. સમભાવ નથી ત્યાં સદ્દભાવ નથી. જયાં અહોભાવ નથી ત્યાં સંઘર્ષ છે. સમભાવી બનશું તો જીવનમાં વિષયકષાયની આગ નહીં પ્રગટે. ક્રોધાદિ કષાયો આવે છે ત્યાં તોફાનો થાય છે. ધર્મક્રિયાની ફલશ્રુતિ શું છે? સમભાવ, સમભાવ એ કર્મોના નાશનું શસ્ત્ર છે. આશ્રવનું સ્થાન પણ એમના માટે સંવરનું બની જશે. સમભાવ ટકાવવાનો છે. મહાત્માઓ તો સામેથી વિપરીત પરિસ્થિતિ ઉભી કરતા હોય છે. જેને રાગ-દ્વેષથી મુક્ત થવું છે એ પોતે જ રસ્તો કાઢી લે છે. પાણીના ઝરણાને જોયું છે? ઝરણાને વહેવું હોય તો ડુંગરમાંથી પણ માર્ગ શોધી લે છે. હિમાલયમાંથી ગંગા કેવી રીતે વહે છે? ખડક પણ એને અટકાવે પણ જે અડગ તેને ખડક પણ અટકાવી શકતા નથી. ધર્મના ક્ષેત્રે સાહસ, પ્રયાસ એ જ મહાન છે. માણસ મહેનત કરે છે અને કાંઈ મેળવે છે તો તે કમાયો કહેવાય. સંસારમાં મહેનત કર્યા પછી પણ ન મળે તો મહેનત માથે પડી કહેવાય. જૈનદર્શન કહે છે આ શાસનમાં કોઈની મહેનત માથે પડતી નથી. અહીં તો પ્રયાસ એ જ પ્રાપ્તિ. જીવણશેઠ પરમાત્મા પોતાના આંગણે પધારે એ માટે કેવી સુંદર ભાવના ભાવે છે. પોતાનાથી થતી બધી જ તૈયારીઓ કરે છે. હમણાં મારા પ્રભુ પધારશે. જીવણશેઠની આવી ઉત્કૃષ્ટ ભાવના હોવા છતાં પરમાત્માનું પારણું પૂરણશેઠના ઘરે થયું ત્યારે જીરણ શેઠ વિચારતા નથી કે મારી મહેનત માથે પડી. એક શહેરમાં બપોરના સમયે એક છોકરો મુનિભગવંતને ગોચરી માટે બોલાવવા આવ્યો. મુનિરાજે કહ્યું કે ખપ નથી. છોકરો કહે છે મારી મમ્મીએ કહ્યું છે એટલે આવવું જ પડશે. મુનિરાજે કહ્યું કે તડકો ખૂબ છે એટલે મારાથી ન અવાય. છોકરો કહે છે મારી મમ્મીનું તો બધાએ માનવું જ પડે. તમે નહીં આવો મ.સા.! ત્યારે મહારાજે હસતા હસતા કહ્યું, આજે નહીં આવું હો! એ છોકરો કહે મહારાજ એક પ્રશ્ન પુછું. મુનિ કહે ભલે પૂછ. છોકરાએ કહ્યું. મ.સા. અત્યારે ટ્રસ્ટી બોલાવવા આવે તો તમે જાઓ કે નહીં. મારે તમને કહેવું છે કે સાધુઓ કયારેય આવો ભેદભાવ રાખતા નથી. શ્રીમંત હો તો તમારા ઘરે! ઘણાં માણસો એમ કહેતા ફરતા હોય છે, પેલા મહારાજ તો આપણા ખિસ્સામાં હો...! જેમ કહીએ તેમ કરે. પેલા વકીલ તો આપણા = • ૨૨૧ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy