SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ કલ્યાણતો માર્ગ સમભાવ છે ! પદાર્થ અને પ્રસંગથી મો ફેરવી લે તેનું નામ શમ. સમભાવ જીવને મોક્ષમાગી બનાવે છે. અંદરનું એ દ્રવ્ય છે અને બહારનું પર્યાય છે. પર્યાયદેષ્ટિ રાગ-દ્વેષ કરાવે. ભૂલ કરે અને માફ કરે તે માનવવૃત્તિ અને ભૂલ કરે તેને માફ ન કરે તે પશુવૃત્તિ. કોઈના પર થતી નફરત અને ઈર્ષ્યા એ દ્વેષના જ પર્યાયવાચી શબ્દો છે. ઉપશમ વગરનો ક્ષયોપશમ કર્મબંધનું કારણ બને છે. મહાન તાર્કિક શિરોમણી જ્ઞાનસારના માધ્યમથી પૂર્ણ બનાવાનું લક્ષ આપ્યા પછી છઠ્ઠા શમાષ્ટકની અંદ૨ ફરમાવી રહ્યા છે કે પૂર્ણ બનવાનું લક્ષ બંધાયુ હોય તો લક્ષની સાથે એના પક્ષનો પણ સ્વીકાર કરવો પડશે. પુરુષાર્થ કરવો પડશે. કોઈ વ્યક્તિને તરસ લાગી છે તો એને પાણીયારા તરફ જવું પડશે. જવા માત્રથી એની તરસ છીપાવવાની નથી. પાણી ગ્લાસમાં લઈને પીવાથી તરસ મટશે. પાણી મળ્યા પછી પાણી પીવાનો પુરુષાર્થ કરવો પડશે. તેમ પૂર્ણ બનવા માટે સમભાવની વૃત્તિ ધા૨ણ ક૨વી પડશે. માખણનો સાર ઘી અને મંથનનો સાર માખણ. તેમ સાધુપણાનો સાર સંયમ પણ એ સંયમનો સાર કલ્પસૂત્રમાં આપે છે : ઉપશમભાવ. આજે ઉપશમની વાતો વિચારવી છે. શમ નહી આવે ત્યાં સુધી કલ્યાણ નહીં થાય. ‘શમ' નો અર્થ શું? સમતા. વિષયોના વિકલ્પથી જેનો આત્મા નિવૃત્ત થયો છે અને જ્ઞાન-દર્શનચારિત્ર તરફે જેની આત્મ પરિણતિ જાગૃત થયેલ છે. જ્ઞાનની પ્રૌઢ અવસ્થા એનું નામ શમ. જયારે વિષયો તરફ દોડતું મન સંકલ્પ વિકલ્પ, ગોઅણગમો, રાગ-દ્વેષના પદાર્થમાંથી નિવૃત્તિ લે છે એનું નામ સમભાવ. રાગદ્વેષ જાગૃત થાય એવા પદાર્થ પાત્ર-પરિસ્થિતિ આવે ત્યારે પણ જેની ચિત્તવૃત્તિ રાગ-દ્વેષથી પર રહે એનું નામ શમ. પ્રવચન સાંભળ્યા પછી એટલું તો થઈ જાય કે દાળમાં કદાચ મીઠું વધારે થઈ ગયું હોય તો પણ સમભાવ ટકાવી રહે. દાળ ખૂબ સુગંધી થઈ હોય તો પણ સમભાવ ટકાવી રાખવો છે. દાળ ખૂબ ટેસ્ટી બની હોય ત્યારે સમભાવ ટકાવી રાખીએ તો કામ થઈ જાય. કોઈ અપમાન કરે તો સહી · ૨૧૩ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy