SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ જ્ઞાનની નિરર્થકતા બતાવવા કરવામાં આવ્યું છે. જ્ઞાનના ત્રણ પ્રકાર છે. (૧) વિષય પ્રતિભાસ, (૨) આત્મપરિણતિમત્ અને (૩) તત્ત્વસંવેદન. હેય કે ઉપાદેય વગેરે પ્રકારના વિવેક વિના આ કોઈ વસ્તુ છે અથવા અમુક વસ્તુ છે એ પ્રમાણે માત્ર વિષયનો-વસ્તુનો પ્રતિભાસ જ્ઞાન તે વિષય-પ્રતિભાસ જ્ઞાન. બાળક વિષ આદિને જોઈને આ કોઈ વસ્તુ છે એટલું જ જાણે છે, પણ તે હેય છે કે ઉપાદેય છે ? અર્થાત્ ખાવા લાયક છે કે ખાવા લાયક નથી એ જાણતો નથી. એ પ્રમાણે જેને જાણેલ વસ્તુ-પદાર્થ તાત્વિક દૃષ્ટિએ હેય છે કે ઉપાદેય છે અથવા ઉપેક્ષણીય છે એવો નિર્ણય ન થાય અથવા વિપરીત નિર્ણય થાય, એટલે કે હેય વસ્તુ ઉપાદેય લાગે અને ઉપાદેય હેય લાગે તેનું જ્ઞાન વિષય પ્રતિભાસ રૂપ છે. સમ્યગ્દર્શન રહિત જીવોને આ જ્ઞાન હોય છે. જેનાથી તાત્ત્વિક દષ્ટિએ હેય-ઉપાદેયનો વિવેક થાયતે જ્ઞાન આત્મપરિણતિમમ્ (આત્મપરિણતિવાળું) છે. આ જ્ઞાન સંયમ રહિત સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. જેનાથી તાત્ત્વિક દૃષ્ટિએ હેયોપાદેયના વિવેક ઉપરાંત હેયથી નિવૃત્તિ અને ઉપાદેયમાં પ્રવૃત્તિ થાય તે તત્ત્વસંવેદન જ્ઞાન. આ જ્ઞાન મુખ્યતયા વિશુદ્ધ ચારિત્રવાળા સાધુને હોય છે. અભ્યાસના પરિપાકથી ભાવ ચારિત્રની પ્રાપ્તિ થતાં આત્મપરિણતિમત્ જ્ઞાન જ તત્ત્વ સંવેદન રૂપ બની જાય છે. તત્ત્વસંવેદન જ્ઞાન વિના મોક્ષની પ્રાપ્તિ થતી ન હોવાથી આ ત્રણ જ્ઞાનમાં તત્ત્વ સંવેદન જ્ઞાન શ્રેષ્ઠ છે. પણ આત્મપરિણતિમત્ જ્ઞાન વિના તત્ત્વસંવેદન જ્ઞાન ન જ થાય. આ દિષ્ટએ આત્મપરિણતિમત્ જ્ઞાન શ્રેષ્ઠ છે.૧ मिथ्यात्वशैलपक्षच्छिज्ज्ञानदम्भोलिशोभितः । નિર્મય: શવઘોની, નન્વત્યાનનને |||| (૭) મિથ્યાત્વનૈતપક્ષ‰િ-મિથ્યાત્વ રૂપ પર્વતની પાંખને છેદનાર જ્ઞાનવ્ન્મ્યોતિશોભિત:-જ્ઞાનરૂપ વ્રજથી શોભિત નિર્ભય-ભયથી રહિત ચોળી-યોગવાળો આનન્દ્રનને-આનંદ રૂપ નંદનવનમાં શવત-ઈંદ્રની જેમ નવ્રુતિ-ક્રીડા કરે છે. (૭) મિથ્યાત્વ રૂપ પર્વતની પાંખને છેદનાર, જ્ઞાન રૂપ વ્રજ વડે શોભાયમાન, અને નિર્ભય યોગી આનંદરૂપ નંદનવનમાં ઈંદ્રની જેમ ક્રીડા કરે છે, અર્થાત્ આવા યોગી (સ્વાભાવિક) સુખને અનુભવે છે. पीयूषमसमुद्रोत्थं, रसायनमनौषधम् । अनन्यापेक्षमैश्चर्य, ज्ञानमाहुर्मनीषिणः ॥८॥ ૧૮૦ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy