SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમતી ધારા વહાવી તો જુઓ...! વાલકેશ્વરનો એક યુવાન શેઠ અને તેની પાસે કામ ક૨ના૨ો નોકર બન્ને શિબિરમાં જતા હતા. બન્ને જણાએ પ્રવચનો/વાચનાઓ સાંભળી સમજ મેળવી હતી. બન્ને જણા શત્રુંજયની યાત્રા કરવા સાથે ગયેલા. દાદાને ભેટવા ઉમંગથી પગથીયા ચડી રહ્યા છે. યુવાન શેઠ પોતાના નોકરને કહે છે આજે તો દાદાની જોરદાર ભક્તિ કરવી છે. ચડાવો લઈને પણ દાદાની પહેલી પૂજા કરીશું. પૂજાના વસ્ત્રો પહેરી રંગમંડપમાં આવ્યા. સારો ચડાવો બોલી યુવાન શેઠે પૂજાનો લાભ લીધો. બન્ને જણા દાદાની પૂજા કરવા ગયા. યુવાન શેઠ દાદાના ચરણ સ્પર્શતા જ તેની આંખમાંથી હર્ષના આંસુ ટપકવા લાગ્યા. એની સાથેનો નોકર એની પણ આંખ ભીની થઈ ગઈ. શેઠ પોતાના નોકરને પૂછે છે મારી આંખમાંથી તો દાદાના પૂજનના આનંદથી આંસુ ટપકી પડ્યા પણ તારી આંખમાં આંસુ કેમ? નોકરનો જવાબ પણ સાંભળવા જેવો. નોકર કહે છે કે મારા મનમાં વિચાર આવ્યો શેઠ તો હજારોની બોલી બોલીને લ્હાવો લેશે પણ મારી તો એવી શક્તિ નથી તેથી પાંચ ગ્રામ શુદ્ધ કેસર લઈને મેં પૂજારીને આપ્યું અને કહ્યું કે આ મારી કેસર તમારા ચંદન સાથે લસોટી નાંખો આજે દાદાના દરેક ભક્તોની પૂજામાં મારી કેસરનો લાભ મળશે. દાદાની એજ કેસરથી આપે અને મેં પૂજા કરી ત્યારે મને થયું કે હું ધન્ય બની ગયો. એ ધન્યતાના ભાવથી આંખ ભીની બની ગઈ. યુવાન શેઠ પોતાના નોકરની ભક્તિપૂર્ણ વાત સાંભળી આભો બની ગયો. પૈસા બોલીને જ લાભ લેવાય છે એવું કોણ કહે છે? અંતરનો ભાવ જોઈએ. અંજના શુકન આપવા નીચે આવી છે. દૂરથી ધૂળની ડમરીઓ ઉડે છે. વિશાળ સૈન્ય સાથે પવનંજયનો રથ આવી રહ્યો છે. અંજનાની આંખો દર્શન માટે તલસી રહી છે. અંજનાની બાજુમાં ઉભેલી એની સખી વસંતાની આંખમાં પાણી આવી ગયા. એ વિચારે છે કે મારી શેઠાણી કેવી ભોળી છે? પોતાના પતિના દર્શન માટે ઘેલી બની છે. અંજના જયાં ઉભી છે ત્યાં પવનંજયનો ૨થ આવી પહોંચ્યો. અંજના આરતી લઈને ભાવથી ઓવારણા લઈ રહી છે. પવનંજયનો મિત્ર પ્રહસ્તિ આ જોઈને વિચારે છે કે મારો મિત્ર કદાચ હમણા પીગળી જશે. એનો આશય ખૂબ સારો હતો પરંતુ કર્મના ખેલને સમજવા મુશ્કેલ છે. પ્રહસ્તિ કહે છે દોસ્ત આ સ્ત્રી બીજી કોઈ નહીં પણ અખંડ ૧૦૨
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy