SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિ અને શાંતિ ધર્મનું પ્રત્યક્ષ ફળ છે પરમોપકારી મર્મજ્ઞ ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ જણાવી રહ્યા છે કે આ જગતમાં જનમ્યા પછી જીવને અનુકૂળતા-ગમો-અણગમો-સુખદુઃખ જે કાંઈ પ્રાપ્ત થાય છે તેનું કારણ આપણા પોતાના કરેલા કર્મ છે. વર્તમાનમાં જે મળ્યું છે ભવિષ્યમાં જે કાંઈ મળશે અને ભૂતકાળમાં જે કાંઈ પ્રાપ્ત થયું હતું તે બધાના કેન્દ્રમાં આપણા પોતાના જ કરેલા કર્મો છે. તીર્થંકરો બન્યા કર્મોના કારણે. ચક્રવર્તિ-બલદેવ-રાજા-ક જેટલા બન્યા એ પણ કર્મોદયના કારણે. સુખ દુઃખ કર્મ ૫૨ આધારિત છે અને કર્મ આપણા પર આધારિત છે. પોતે ભૂલે કે ઝૂલે તો કર્મ બંધાય. કોઈના દોષો ગાઈને આપણે કર્મબંધ બાંધીએ છીએ. અને ગુણ ગાઈને નિર્જરા પણ કરીએ છીએ. શુભ અને અશુભ કર્મના ઉદયથી પરિસ્થિતિઓ સર્જાય છે. અંજનાના જીવનમાં દુઃખ આવ્યું એનું કારણ શું? એના કરેલા કર્મ. બોલવું બહુ સહેલું છે. જીવનમાં પ્રસંગ આવે ત્યારે આપણે બોલી ઉઠીએ છીએ કે આણે મારું આમ કર્યું? તેમ કર્યું? કર્મના ગણિતને સમજવાની જરૂર છે. અંજનાના ભવમાં એણે શું ભૂલ કરેલી? આપણે કહીશું એણે તો કાંઈ નથી કર્યું? જયારે દશ્ય કારણ ન દેખાય ત્યારે અદશ્ય કારણરૂપ કર્મોને જોતા શીખો. ઘ૨માં કલેશ-કંકાશ થાય છે ત્યારે પોતાનો વાંક જોતા શીખી જાઓ. બીજાનો વાંક નહીં કાઢો તો કુટુંબમાં વાતાવરણ તંગ નહી થાય. અને તંગ નહિ થાય તો ઘર-ઘરમાં જંગ નહિ થાય સન્મતિ અને શાંતિ એ ધર્મનું પ્રત્યક્ષ ફળ છે. તાત્કાલિક ફળ છે. નાના હતા ત્યારે અંજનાની વાર્તા સાંભળેલી. અંજનાના લગ્ન પવનંજય સાથે નક્કી થયા. લગ્નના આગલા દિવસે પવનંજયને અંજનાને જોવાની ઈચ્છા થઈ, પવનંજય પોતાના મનની ઈચ્છા પોતાના મિત્ર પ્રહસ્તિને કરી કે એકવાર અંજનાને જોવી છે. પૂર્વના કાળમાં છોકરો-છોકરી એકબીજાને લગ્નથી પહેલા જોતા પણ ન હતા. આજની વર્તમાનકાળની તો વાતો જવા દો. એકવાર ૭૨ જિનાલયે એક ભાઈ પોતાના છોકરાને લઈ આવેલા. કહે મહારાજ વાસક્ષેપ આપો. દસ મિનિટ બાદ બીજો એક પરિવાર છોકરીને લઈને આવ્યો. વાસક્ષેપ લીધી. બન્ને પરિવાર દેરાસરમાં ગયા. થોડીવાર બાદ એક ભાઈ આવીને કહે સાહેબ તમારા વાસક્ષેપથી તો કામ થઈ ગયું. સાધુના વાસક્ષેપથી આવા કાર્યો કરાય નહીં. દેરાસરની અંદર કે ધર્મશાળાની • ૧૬૮ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy