SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યા પછી માથું દુ:ખશે તો સમતાભાવે સહન કરીશ. પ્રદેશી રાજાને પણ સાચી વાતની જાણ હોવા છતાં કોઈ રીએકશન ન આવ્યું. ચારે બાજુ મોહના તોફાનો છે. જ્ઞાન અને સમક્તિ બન્નેનું ફળ તો સમભાવ છે. પેલો હાથી એક પગે ઉભો છે. પ્રજાજનો તાળીઓથી વધાવી નાચી ઉઠે છે અને એકી સાથે બધા બોલી ઉઠે છે આવો હાથી ગુમાવશો નહીં. રાજા મહાવતને આજ્ઞા કરે છે હાથીને છોડી તમે બન્ને ખીણમાં ઝંપલાવી દો. ત્યારે મહાવત કહે છે એવું ન બને. સાથે અમને પણ જીવતદાન આપો. રાજા કહે છે ભલે તમે ત્રણેય નીચે આવો. મહાવત હાથીને લઈ પહાડ ઉપરથી નીચે ઉતર્યો. રાજા ભર્તુહરીએ હાથીનો સ્વીકાર કરી મહાવત અને રાણીને દેશનિકાલ કર્યા. ભર્તુહરી આ અસાર સંસારમાંથી વૈરાગ્ય તરફ વળ્યા. એક ગુરુ પાસે ચાલ્યા જાય છે. એમને કહે છે મારે સંન્યાસી થવું છું. ગુરુ ભગવંત જ્ઞાની હોય છે. સંન્યાસ આપતા પહેલા કહે છે. તું અહીંથી ઉભો થા. પિંગલા જયાં હોય ત્યાં એને જઈને કહેજે. મૈયા ભિક્ષા દેના, પિંગલા ઉપર જેને કેટલી નફરત છે. એની સામે જોવા તૈયાર ન હતો. આવા રાગ-દ્વેષથી જ સંસાર ચાલે છે. સમરાદિત્યનો જન્મ પણ આ રીતે જ થયો છે. રૂપાસેન-સુનંદાનો જન્મ ચાલે છે. બસ. આ સાંકળ ભવોની ચાલતી રહેવાની. જો જાગી ન શકાય તો. ક્રોધ પણ લાંબો સમય ઘૂંટાય તો વેર બની જાય છે. તમે બધા તો વ્યાપારીઓ છો. કોની પાસે હિસાબ લેવા જાઓ? જેની પાસે તમારા પૈસા લેવાના બાકી હોય એની પાસે ખરું ને? જ્ઞાનીઓ કહે છે હિસાબના ચોપડાની સાથે અંતરના ચોપડા કિલયર કરવાના છે. રાગ-દ્વેષથી મુક્ત બનતા જાઓ. જો અહીયા પણ જીવ રાગ-દ્વેષને વશ થઈને લડે તો દુનિયામાં પડે પછી વ્યાખ્યાન વાંચનારો ભલે રડે તો પણ કશું ન વળે. કષાયોની માફી માંગી લો. આપણને જેમ મેલા કપડા નથી ગમતા તેમ અંતરમાં લાગેલા ડાઘ જો આપણને નહીં ગમે તો આપણું કામ થઈ જાય. પ્રમાદમાં અભિમાન આવવાનો અવકાશ છે. જયારે જીવ જાગી જાય ત્યારે અભિમાન દૂર થઈ જાય છે. ભર્તુહરી ગુરુની આજ્ઞા શિરોમાન્ય કરી શોધતો શોધતો પિંગલાના રાજમહેલે જાય છે અને નીચેથી જ કહે છે મૈયા પિંગલા મુજે ભિક્ષા દે. બે-ત્રણ વાર બોલે છે. ત્યારે એના અવાજનો પડઘો પિંગલા સાંભળે છે અને ઝરુખામાંથી જુએ છે. રાજાને જોઈ પિંગલા ભિક્ષા લઈને દોડતી નીચે આવે છે અને રાજાની ઝોળીમાં હર્ષથી ભિક્ષા આપે છે. આજે અમે પણ તમારી પાસેથી રાગ-દ્વેષની ભિક્ષા માંગીએ છીએ. તમે પણ આ વ્યાખ્યાન મંડપ છોડતા પહેલા રાગ-દ્વેષ ઝોળીમાં પધરાવતા જજો. આકાશ જેમ કાદવથી લપાતો નથી તેમ સમજુ આત્માઓ પાપનો ઉદય આવે ત્યારે પણ પાપમાં લેવાતા નથી. ભયંકર કક્ષાના પાપોદય આવે અને સ્વકીય-પરકીય દુઃખો આવે તો પણ તેમાં = • ૧૦૨
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy