SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જે પાંચમું અષ્ટક છે જ્ઞાનનું. જ્ઞાનની પરિણતિ થવી જોઇએ. જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થવો જોઇએ. જ્ઞાનનું અમૃત, જ્ઞાનનું રસાયણ અને જ્ઞાનનું એશ્વર્ય પ્રાપ્ત કરવું જોઇએ. તો જ શાંત બનાય, કષાયોનું શમન થાય, માટે છઠું અષ્ટક છે શમનું કોઇ વિકલ્પ નહીંને નિરંતર આત્માના શુદ્ધ સ્વભાવનું આલંબન! આવો આત્મા ઇન્દ્રિયો પર વિજય મેળવી શકે. માટે સાતમું અષ્ટક છે ઇજિય-જયનું. વિષયોના બંધનોથી આત્માને બાંધતી ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનારા મહામુનિ જ સાચા ત્યાગી બની શકે. માટે ( આઠમું અષ્ટક છે ત્યાગનું. જ્યારે સ્વજન, ધન અને ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગી મુનિ ભયરહિત અને ફ્લેશરહિત બને છે, અહંકાર અને મમત્વથી મુક્ત બને છે, ત્યારે એનામાં શાસ્ત્રવચનને અનુસરવાની શક્તિ પ્રગટ થાય છે, માટે કે નવમું અષ્ટક છે ક્રિયાનું. પ્રીતિપૂર્વક ક્રિયા, ભક્તિપૂર્વક ક્રિયા, જિનાજ્ઞાનુસાર ક્રિયા અને નિઃસંગતાપૂર્વક ક્રિયા કરનારો મહાત્મા પરમ તૃપ્તિ અનુભવે છે, માટે જે દશમું અષ્ટક છે તૃપ્તિનું. સ્વગુણમાં તૃપ્તિ! શાન્તરસની તૃપ્તિ! ધ્યાનામૃતના ઓડકાર! મિક્ષર : સુરવી તો શાનતૃતો નિરંજ્ઞનઃ'-ભિક્ષુ-મુનિ જ જ્ઞાનતૃપ્ત બની પરમ સુખ અનુભવે. આવો જ આત્મા નિર્લેપ રહી શકે. disia Taiwadજા જasis Yogi FagYકxisuass Timix
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy