SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા ખૂબી...પછી ખામી.... સંતોનું તપોબળ આ ધરતીને ટકાવનારું છે અને લીલુંછમ રાખનારું છે. પ્રેમ જાગે ત્યારે પથ્થર પણ બોલવા લાગે અને પ્રેમ ન હોય તો માવતર પણ મૂંગા લાગે. જેને સાધુની એલર્જી તેને સદ્ગતિની પણ એલર્જી થવાની. જે દિવસે સાધુસંતો નહીં હોય, જે દિવસે સામાયિક નહીં હોય એ દિવસે છઠ્ઠો આરો (પ્રલયકાળ) આવશે. યશોવિજયજી મહારાજ જ્ઞાનસારમાં મહત્ત્વની સમજણ આપી રહ્યા છે. જીવન સહજ બનાવવા, સરળ બનાવવા, સુંદર બનાવવા સુંદર દૃષ્ટિઓ દેખાડી રહ્યા છે. જે આત્મા ઔદાયિક ભાવમાં કયાંય મૂંઝાતો નથી તે આત્મા પોતાના સદ્ગુણો ટકાવી રાખી શકે છે. આત્માર્થીપણું પણ ત્યાં જ છે. રંગરાગથી ભરપૂર અરીસાભૂવનમાં ભરત મહારાજાને કેવળજ્ઞાન થયું. એનું કારણ શું? અન્યત્વની ભાવનાની વિચારણા. આ મારું છે....આ હું છું...એ મોહની વાતો છે. આ પણ મારું નથી...હું કોઈનો નથી....આ મોહને જીતી આપનારા મંત્રો છે. રાગ-દ્વેષ નથી જે માણસના જીવનમાં ત્યાં તો પ્રસન્નતાનો ઘૂઘવતો દરિયો હોય છે. સારું મળે તોય કર્મની વિચારણા અને ખરાબ મળે તોય કર્મની વિચારણા. ભગવાન પાર્શ્વનાથ પાસે કમઠ પણ આધ્યો અને ધરણેન્દ્ર પણ આવ્યો. પાત્ર અને પદાર્થનો કોઈ દોષ નથી. દૌષ તો માત્ર કર્મોના જ છે. આ ગણિત જો મગજમાં નહીં બેસે તો તીવ્ર કોટીના રાગદ્વેષ થઈ જશે. કલકત્તાની એક બિલ્ડીંગમાં મહારાજજીને વહોરવા જવાનો પ્રસંગ આવ્યો. ઘરમાં એક છોકરો જોયો. માથું મોટું, વાળ વધેલા, લઘર-વઘર કપડા, નાકમાંથી લીંટો નીકળતો હતો. આજુબાજું ખાવાનું વેરાયેલું હતું. છોકરાના શરીર ઉપર માખીઓ બણબણતી હતી. મહારાજ વહોરીને બહાર નીકળ્યા. સામેથી ઘરના ભાઈ મળ્યા. મહારાજને વંદન કરી કહ્યું. સાહેબ આ ઘરમાં જે છોકરો છે તે મારો છે. ૧૨ વર્ષથી સાહેબ આ રીતે નભાવીએ છીએ. જનમ્યો ત્યારથી એની આ હાલત છે. હવે તો એની મા પણ કંટાળી ગઈ છે. દિવસમાં ચાર વખત એના કપડા ધોવાના એનું ગંદુ સાફ કરવાનું. ૧૪૮ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy