SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ કાદવથી (લેપાતું નથી તેમ) પાપન-પાપથી સિતે-લેપાતો ન-નથી. (૩) જેમ આકાશ કાદવથી લેવાતું નથી તેમ જે વળગેલા ઔદયિક આદિ ભાવોમાં રાગ દ્વેષ કરતો નથી, તે પાપથી લપાતો નથી. કર્મના ઉદયથી પ્રાપ્ત થતા કામભોગાદિના નિમિત્ત માત્રથી કર્મબંધ થતો નથી, પરંતુ તેમાં રાગ દ્વેષ થાય તો કર્મબંધ થાય છે. કર્મબંધનું મુખ્ય કારણ રાગલેષ છે. આથી કર્મના ઉદયથી આવતા સુખ-દુ:ખમાં રાગ-દ્વેષ ન કરનાર કર્મોથી લપાતો નથી. તીર્થકર વગરે જીવોનું ગૃહસ્થાવાસનું જીવન આ વિષયમાં દૃષ્ટાંત રૂપ છે. ૨ पश्यन्नेव परद्रव्य-नाटकं प्रतिपाटकम् । भवचक्रपुरस्थोऽपि, नामूढः परिखिद्यति ||४|| (૪) મવપુરસ્થ :-ભવચક્ર નામના નગરમાં રહેતો પિ-પણ પ્રતિપાટર્-પોળે પોળે પરદ્રવ્યનાટકં-જન્મ જરા-મરણાદિ રૂપ પુદ્ગલ દ્રવ્યતા નાટકને પશ્ય- જોતો હવ-જ મૂઢ-મોહ રહિત પરિસ્થિતિ- ખેદ પામતો - નથી. (૪) અનાદિ અનંત કર્મ પરિણામ રાજાના પાટનગર રૂપ ભવચક્ર નામના નગરમાં રહેવા છતાં એકેંદ્રિય આદિ નગરની પોળે પોળે પગલદ્રવ્યના જન્મ, જરા અને મરણ આદિ નાટકને જતો મોહરહિત આત્મા ખેદ પામતો નથી. ત્રીજી ગાથામાં ઔદયિકાદિ ભાવોમાં મોહ ન પામનાર પાપથી લેપાતો નથી એ જણાવ્યું છે. આ ગાથામાં ઔદયિકાદિ ભાવોમાં મોહ ન થાય એ માટે કેવી વિચારણા-ભાવના રાખવી જોઈએ તે જણાવ્યું છે. તેવા પ્રકારના કર્મના ઉદયથી ઊભી થતી અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં આ બધું પુગલનું નાટક છે, મારું સ્વરૂપ નથી એમ વિચારવાથી રાગ-દ્વેષ રૂપ ખેદ થતો નથી. રાજાઃકર્મ પરિણામ. પોળ=એ કેંદ્રિય આદિ. પ્રેક્ષક= મોહ રહિત આત્મા. પાટનગર=ભવચક્ર. નાટક=જન્મ જરા-મરણ-સુખ-દુઃખ વગેરે. विकल्पचषकै रात्मा, पीतमोहासवो ह्ययम् । भवोच्चतालमुत्ताल-प्रपञ्चमधितिष्ठति ||५|| () વિસ્પષવૈ-વિકલ્પ રૂપ મદિરા પીવાના પાત્રોથી પીતમોહાસવ-જેણે • ૧૨૫ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy