SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ અહંકાર નડશે. મોહની પકડ છૂટશે ત્યારે જીવનમાં અધ્યાત્મની વસંત ખિલશે. મોહનું આધિપત્ય ઘટશે ત્યારે અધ્યાત્મનું આધિપત્ય વધશે. ઉત્તરપ્રદેશમાં વાંદરાઓને પકડવા માટે જંગલોમાં સાંકડા મોઢાવાળા ઘડા મૂકવામાં આવે છે. ઘડામાં નીચે ચણા હોય છે. વાંદરાઓ ચણા લેવા માટે ઘડામાં હાથ નાંખે પછી હાથમાં ચણા લે ત્યારે મુઠ્ઠી વાળેલી હોય. ઘડામાંથી ચણાથી ભરેલો મુઠ્ઠીવાળો હાથ બહાર નીકળતો નથી. અંદર ફસાઈ જાય છે તેથી વાંદરાઓ ચિચિયારી પાડે છે. શિકારીઓ આવીને વાંદરાને પકડી લે છે. જો વાંદરાઓ હાથમાંથી ચણા છોડી દે તો હાથ સહેલાઈથી નીકળી આવે. શિકારીઓ વાંદરાઓને પકડી ન શકે. ચણાની મુઠ્ઠી છૂટતી નથી તેથી જીવન હારી જાય છે. ઉત્તરપ્રદેશના વાંદરાઓ જેવી જ હાલત આપણી છે. કોઈક પ્રવચન મોહરાજાની મુઠ્ઠી છોડવા માટે નિમિત્ત બની જાય તો કર્મસત્તા આપણને પકડી શકશે નહિ. જરૂર છે મોહના આધિપત્યને છોડવાની. મોહના મંત્રો જાણ્યા પણ નિર્મોહિતાના મંત્રો કયા? હું નહીં ને મારું નહીં આ છે નિહિતાના મંત્રો. એ અહંકારશૂન્ય બનાવે છે. તે પૂર્ણ બને છે. અહંકાર છોડતા જાઓ. ‘એગોડઈ નલ્થિ મેં કોઈ..'નું રટણ કરતા રહો. હે જીવ! તું આત્માનું અનુશાસન કર. હું કોઈનો નથી કોઈ મારું નથી. સમજણનો ઉદય એ જ ખરેખર જીવનનો સૂર્યોદય. જયાં સમજણનો સૂર્ય કૂબે છે ત્યાં જ દુ:ખની રાત આવે છે. સમજણના ઘરમાં દુ:ખોનો પ્રવેશ થવો પ્રાય: મુકેલ છે. કંચન-કામિની-કિતી-કુટુંબ કાયાના આ પાંચ ભયંકર કક્કી એ એવા ધક્કા માય છે કે આપણા છક્કા છૂટી ગયા છે. સંતોની વાણી અવસરે દીવાદાંડીરૂપ બની જાય છે. સગા ત્રણ ભાઈ છે. પરસ્પર અપાર લાગણી અને પ્રેમ છે. માબાપને પણ દીકરાઓ પ્રત્યે ભારોભાર વાત્સલ્ય છે. ત્રણેય ભાઈઓના લગ્ન થયેલા છે. નાના ભાઈના ઘેર બે દીકરા. વચલાને એક દીકરો અને મોટા ભાઈને ત્યાં એક દીકરી. સમસ્ત પરિવાર પ્રેમથી જીવે છે. ત્રણેય ભાઈઓ વાત કરે છે. આપણા જેવો સ્નેહ આપણી ભાવિ પેઢીમાં પણ રહે તો દુનિયામાં નામ રહી જાય. ટાણે ભાઈઓ ધંધામાં મસ્ત-વ્યસ્ત છે. એક દિવસ અચાનક નાનો ભાઈ કહે છે મારે જુદા થવું છે. નાના ભાઈના મોઢેથી અકલ્પનીય વાત સાંભળી પિતાજી અને મોટા ભાઈઓ વલખા પડી ગયા ભાઈ! આ બધું તારું જ છે. મારે કાંઈ નથી સાંભળવું. એક જ વાત ભાગલા પાડો. મોટા ભાઈ કહે છે તેને જોઈતું હોય તો આખું ઘર આપી દઈએ પરંતુ ભાગલાની વાત શોભાસ્પદ નથી. પિતાજી! તમારે ભાગલા કરવા = • ૧૨૧
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy