SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી અંદર અસ્થિરતાઓ ઉભી થાય છે. અંતરમાં રાગ-દ્વેષ પણ મોહનીય કર્મથી જ થાય છે. અહં અને મમ આ બે મોહના મંત્રો છે. અહંકાર અને મમકાર ઉપર આખો સંસાર ઉભો છે. સાચી વસ્તુની સમજણ ઉપર પડદો પડ્યો છે. આખું જગત આઈ અને માઈની ખાઈમાં દટાઈ ગયું છે. આઈ અને માઈ ઉપરથી કોઈ જીવ ાઈ મારે તો થઈ જાય નવાઈ અને ચાખે મોક્ષની મલાઈ, મારું અને તારું અંધારું પેદા કરે છે. મારા-તારામાં મારામારી લાગતી હોય તો એ હાડમારી બંધ કરવા જેવી છે. આંખનો અંધાપો હજી સારો પણ મોહનો અંધાપો બહુ ખરાબ. મોહનો અંધાપો સાચું દર્શન કરવા દેતો નથી. પદાર્થ દર્શન પર પ્રતિબંધ. સીતાને ઉપાડી લાવ્યા ત્યારે મંદોદરી રાવણને કહે છે કે મને સમજણ નથી પડતી કે...આટલું બોલતા રડી પડી હતી. રાવણ કહે છે મંદોદરી તું રડે છે શા માટે? રાવણ ઢીલો થઈ ગયો. એને મંદોદરી પર જબરદસ્ત પ્રેમ હતો. દરેક વ્યક્તિના બે પાસા હોય છે. એક પાસું ખરાબ હોય તો બીજું પાસું ખરાબ હોય જ એવું નથી. કોઈ વ્યક્તિ ગમે તેટલો ક્રોધી હોય પણ પ્રેમાળ પણ તેટલો જ હોય છે. કયારે પણ એક દૃષ્ટિએ નહિ પણ અનેક દૃષ્ટિએ વિચાર કરો. એક જ અપેક્ષાએ ગણિત ન માંડો. જીવન ધન્ય બનાવવા માટે દૃષ્ટિને કેળવવાની જરૂર છે. મંદોદરી તું રડે છે શા માટે? રણસંગ્રામમાં તલવાર ચલાવી માંસના ટૂકડા થાય છતાં જેનું હૃદય ન પીગળે એ રાવણ મંદોદરીની ભીની આંખો જોઈ દ્રવી ગયો. રાવણ બહાર વાઘ હતો પણ ઘરમાં તો પ્રેમાળ પતિ હતો. બહારનો રૂઆબ જે ઘરમાં લાવે છે તે બરબાદ થયા વગર રહેતો નથી. ઘરમાં તો મિત્રની જેમ રહેતા આવડવુ જોઈએ. રવિશંકર મહારાજના જીવનમાં ત્યાગ ઘણો હતો. એક ગામડામાં એક દરવાજે ટકોરો માર્યો. બેન, સૂવા માટે આવ્યો છું. બાઈ કહે છે મારી પાસે સૂવા માટે કશું નથી. એક ગાદલી પણ નથી. આ મારો ૧૨ વર્ષનો છોકરો સૂઈ શકે એટલી ખાટલી છે. બાઈની વાત સાંભળી રવિશંકરજી કહે છે મને નાની ખાટલી પણ ચાલશે. રવિશંક૨ દિવસે મોટો હોય છે ને રાતે નાનો હોય છે. હું ઘરમાં જેવો હોઉં તેવો બહાર પણ હોઉં એવો આગ્રહ ના રાખો બહારનો રુઆબ ઘ૨માં લાવે, એના ઘરમાં કંકાસ થયા વિના ન રહે. તમારા ઘરમાં અને બહારના પહેરવાના કપડા અલગ કે એક જ? લગ્નના સૂટ આદિ ઘરમાં ન ચાલે તેમ ઘરનો અને બહારનો સ્વભાવ જુદો રાખો. આત્મિયતાપૂર્વક જીવતા શીખો. બહાર બ ટેમ્પરરી છે અંદર શાશ્વત છે એ ન ભૂલીએ. • ૧૧૯ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy