SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ કહે છે “જો તારી મિથિલા ભડકે બળે છે.” ત્યારે નમિરાજા મુનિ બન્યા છે. તે કહે છે- “બળે છે તે મારું નથી અને મારું છે તે બળતું નથી.'નગરીનું સ્વામિત્વ ત્યાગી દીધું છે માટે તમામ સ્થિતિ પરિસ્થિતિમાં સ્થિરતા છે. હેમચંદ્રાચાર્ય જે કુમારપાળના ગુરુદેવ હતા, તેઓ એકવાર પાટણ પધાર્યા. તે વખતે શાંતનું મહેતા કહે – “સાહેબ, આરામ કરવા માટે ત્યાં પધારો.” હેમચંદ્રાચાર્યજી પોતાના શિષ્ય પરિવાર સાથે એમના ઘરે પધાર્યા છે. સાત માળનો બંગલો છે. શાંતનું એક એક માળ બતાવતો જાય છે અને એની વિશેષતા વસ્તુઓ કયાંથી લાવી...કેટલી કિંમતની લાવી આદિનું વર્ણન કરતો જાય છે. પણ ગુરુદેવ તો એક પણ શબ્દ બોલતા નથી એટલે મહેતાને મૂંઝવણ થઈ કે સાહેબ તો કાંઈ બોલતા નથી કે હસતા નથી કે હુંકારો પણ દેતા નથી. આખો બંગલો બતાવી નીચે આવ્યા. માળા ઉતરતા જાય અને મહેતા મૂંઝાતો જાય. છેલ્લે હિંમત કરી પૂછુયું – “સાહેબ, મારો બંગલો કેવો લાગ્યો?' એટલે સાથે રહેલા શિષ્ય જવાબ આપ્યો – “મહેતા તુ કુમારપાળ રાજાના ગુરુને પૂછે છે કે બંગલો કેવો લાગ્યો? અઢાર પાપથી ભરાયેલો આ બંગલો પાપનું કારખાનું છે અને જો ધર્મસ્થાનકમાં ફેરવો ને પૂછો તો વાત અલગ છે. તમારી હિંમત કેમ થઈ પૂછવાની?' એક પળનો પણ વિલંબ કર્યા વિના મહેતો હાથ જોડીને કહે - “તો સાહેબ આજથી આ સાત માળનો બંગલો ઉપાશ્રય જાણજો ' તમારા ઘરે આવીને અમે આવું કહીએ તો? તો તમે તો કહી જ દેવાના કે “સાહેબ ! મારું ઘર છોડીને બીજા ઘરની કહેવાની છૂટ છે.” પોતાના બંગલાનું સ્વામિત્વ તરત જ છોડી દીધું. માલિકીભાવમાં જ મરવાનું છે. રાગદ્વેષના પરિણામો પણ ત્યાં જ થાય છે. ધરણ શાહે રાણકપુરનો ભવ્ય જિનપ્રાસાદ બનાવરાવ્યો. પૂરા ૯૯ કોડનો સદ્વ્યય કર્યો. પૂર્ણાહુતિના અવસરે સોમપુરા ધરણશાહની પ્રતિમા જિનાલયમાં મૂકવાની વાત કરી રહ્યા છે. ત્યારે ધરણશાહે કહ્યું કે મારી પ્રતિમા મૂકવી જ હોય તો એવી જગ્યાએ મૂકજો કે હું પ્રભુને નીરખી શકે પણ જિનમંદિરમાં દર્શને આવનારા મને કયાંય ન નીરખી શકે. સ્વામિત્વ ન જામી જાય એ માટેની કેવી તકેદારી રાખી શક્યા હશે. આવા આત્માની વૃત્તિઓ સ્થિર છે. મમત્વભાવ – મોહાદિજન્ય ભાવોના કારણે વસ્તુ આદિમાં મમતા રાખવી. પર્યુષણાદિમાં ઉપાશ્રયમાં આવી કટાસણું પાથરી જાઓ પણ તમને ૦ ૧૧૫ ૦
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy