SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ નરનારીઓ આ દશ્ય જોઈ રહ્યા છે. હાથીને ખીણમાં ગબડાવો. મને આ ત્રણેને છુંદાતા જોવા છે. આવેશ બહુ ખતરનાક છે. પ્રેમને ત્યાગ વિના ફાવતું નથી તેમ અનુરાગને અભ્યાસ વિના ચાલતું નથી. એક ચાતુર્માસમાં ઉપર હોલમાં મહારાજ સાહેબ બેઠા હતા ત્યારે એક ભાઈ પચ્ચખ્ખાણ લેવા આવ્યા. પચ્ચખ્ખાણ પછી કહે સાહેબ, નીચે એક બે સામાયિકમાં બેઠા છે તેમણે મને પૈસા આપ્યા છે. માસક્ષમણના તપ કરનારને આપવાના છે. કેટલા જણ છે? દરેકને ૧૦૦ રૂ।. ની પ્રભાવના કરવાની છે. મહારાજજીએ કહ્યું કે ભાઈ તપ તો હજી હમણાં જ શરૂ થયું છે. પુરું થવાની હજી ઘણી ઘણી વાર છે. બેનને પૈસા પાછા આપી આવો. એ ભાઈ ગયા પૈસા પાછા આપવા. થોડીવારમાં જ ભાઈ પાછા આવ્યા ને કહે સાહેબ, પેલા બેન પૈસા પાછા લેવાની ના પાડે છે. બેનને ઉ૫૨ બોલાવ્યા કહ્યું માસક્ષમણ હજી હમણાં જ શરૂ થયું છે. કદાચ બધાનું તપ પુરું ન પણ થાય. શું કામ ઉતાવળ કરો છો? ત્યારે એ બેને જવાબ આપ્યો - સાહેબ, એમનાથી તપ ભલે પુરું ન થાય પણ એમની માસક્ષમણની ભાવના તો થઈ છે ને? તેની અનુમોદના માટે આ પ્રભાવના કરવી છે. આ છે તપ પ્રત્યેનો રાગ. સંસાર પ્રત્યેનો રાગ તૂટે તો વૈરાગ્ય આવે પણ અહીં આવેશ આવ્યો છે. મહાવતે હાથીને એક પગે ઊંચો કર્યો પછી બે પગ પછી ત્રણ પગ ઉપર અધર રાખ્યાં. હાથી એક પગે ખુમારીથી ઉભો છે. તાળીઓના ગડગડાટ સંભળાય છે. લોક કહે છે રાણી અને મહાવતને જે સજા કરવી હોય તે કરો પણ આ કેળવેલા મૂંગા પશુનો ઘાત ન કરાવો. એ ગુનેગાર નથી. આવો કળામાં કુશળ હાથી બીજો નહિં મળે. ખ્યાલ રાખજો. ચીજ માટે ચિત્તને ન બગાડતા.... સાધનાઓ સહેલી તો નથી અને સિદ્ધિ પણ કાંઈ ત્વરિત તો નથી જ. સતત અભ્યાસ અને સતત જાગૃતિ જોઈશે. ચાર દૃષ્ટિઓ કેળવી લો માઈક્રોસ્કોપ જેવી દૃષ્ટિ એક્સ-રે જેવી દૃષ્ટિ દૂરબીન જેવી દૃષ્ટિ ટેલીસ્કોપ જેવી દૃષ્ટિ • ૧૧૨
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy