SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ તો મને બોલાવી લેજે. અંતર બદલવું બહુ જરૂરી છે. કાયા બદલવી સહેલી પણ માયા બદલવી મુશ્કેલ છે. સ્થાન બદલવું સહેલું પણ ધ્યાન બદલવું મુશ્કેલ. ધ્યાન બદલાય તો સૃષ્ટિ બદલાઈ જાય. દુકાન ખુલ્લી હોય તો ૯ થી ૧૨ ના સમયમાં ક્યારેક વિચાર આવવાનો સંભવ છે કે દુકાને કોઈ ઘરાક આવ્યો હશે તો? પરમાત્માના પવિત્ર સ્થાનમાં મારા ધ્યાનમાં, પૂજામાં ભંગ પડે. માટે હવેથી તમે ૧૨ વાગ્યા પછી જ દુકાન ખોલજો. સિદ્ધત્વ એટલે શું? આત્માની સંપૂર્ણ સ્થિરતા એ જ સિદ્ધત્વ. સ્થિરતા આત્માનો ગુણ છે. દહીંવડા ખાવા છે તો દહીં બનાવવું પડશે. દહીં કયારે બને? દૂધ સ્થિર થાય ત્યારે. ફોટો ક્યારે સારો આવે? શરીર સ્થિર થાય ત્યારે. લાખો રૂ. ના સોદામાં મારું મન અસ્થિર બને તો મારી પૂજા બગડે. જ્ઞાની ભગવંત કહે છે કે નક્કી સમજી રાખજો ધંધો બગડે તો હજી ચાલે પણ જીવન ના બગડવું જોઈએ. આ જીવે દૂધની, અનાજની, અથાણાની ચિંતા કરી પણ ક્યારેય આત્માની ચિંતા કરી? ચા બગડે તો સવાર બગડે, પાપડ બગડે તો જમણ બગડે, અથાણું બગડે તો વરસ બગડે, ઘરની કોઈ વ્યક્તિ બગડે તો જીવન બગડે અને આત્મા બગડે તો ભવોભવ બગડે. ભવોભવ આપણી સાથે રહેનાર આત્માની ચિંતા કેટલી? ચીજ માટે ચિત્ત ન બગડે તે ખ્યાલ રાખજો. જીવનમાં ૧૪ પૂર્વનો અભ્યાસ કરનાર એવા ૧૪ પૂર્વધારી પણ કાંઈક કારણસર અનંતકાલીન નિગોદમાં ઢસડાઈ ગયા કારણ કયાંય આવી ગયેલી અસ્થિરતા. સાડીની દુકાનમાં ગયા. લેવાની તો ૧ કે ૨ છે પણ જોવાની ૨૫-૩૦. સુક્ષ્મદષ્ટિ કેળવો. ધર્મતત્ત્વને સમજો. ૨૫-૩૦ સાડીમાંથી બે પસંદ કરી બીજી પર તમને દ્વેષ ને? સૂક્ષ્મ ગણિત મનના છે. ગમે તે પણ આર્તધ્યાન અને ન ગમે તે પણ આર્તધ્યાન. કોઈપણ સાડી પહેરવા સાથે મતલબ છે. | જિનશાસનની પરંપરાના એક યોગી મહાત્મા નામ બુટેરાયજી. મુલચંદજી મહારાજ ગોચરી વહોરીને આવ્યા. બુટેરાયજીને ગોચરીનો પાત્ર આપ્યો. બુટેરાયજી પાત્રો લઈને પીવા લાગ્યા. મુલા...ઈધર આઓ. મુલચંદજી મ. ને મુલા કહીને બોલાવતા હતા. અંદર ગુરુતત્ત્વનો પ્રેમ સમાયેલો હતો. ભાવનગરના દિવાન પ્રભાશંકર પટ્ટણીના માતુશ્રી ગુજરી ગયા. શોકસભા રાખવામાં આવી. ઘણા દરબારીઓ-સ્નેહીઓ આવ્યા. પ્રભાશંકર એકધારું રડી રહ્યા છે. તમારા જેવાને રડવું શોભે નહિ, ઘરડું પાન ખરી પડ્યું. ત્યારે પ્રભાકર કહે તમારા માટે ભલે એ પીળું પાન હતું પરંતુ મારે માટે “મા” હતી. આવતીકાલે પ્રભો કહીને બોલાવશે કોણ? બેટા પ્રભો સાંભળવામાં જે આનંદ ( ૧૧૦ - -
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy