SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ✩ ✩ ✩ ✩ મનની અસ્થિરતા ભયંકર... પ્રભુના શાસનની નાની પણ ક્રિયા જીવનનું કલ્યાણ કરવા સમર્થ છે. ઈરિયાવહીની નાની પણ ક્રિયાએ અઈમુત્તાને કેવળજ્ઞાન અપાવી દીધું. પ્રભુના ચરણે ફૂલ ચડાવ્યા પછી આપણે હળવાફૂલ નથી થતાં કારણ મન અસ્થિર છે. આવેશને અને વિવેકને આડવેર છે. શરીરશુદ્ધિ તરફ જેટલું ધ્યાન આપ્યું છે એટલું ધ્યાન મનશુદ્ધિ તરફ કાં આપ્યું છે? કાયાની અસ્થિરતા ચલાવી લેવાય. વચનની અસ્થિરતા નભાવી લેવાય પણ મનની અસ્થિરતા તો ન ચલાવાય. સંત પાસે જઈને સંત બનો કે ન બનો પણ શાંત તો બની જ જાઓ. ન મહાન તાર્કિક શિરોમણી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ પાયાનો પ્રશ્ન અને પાયાનો પ્રત્યુત્તર આપતા જણાવે છે કે પ્રભુના શાસનની નાનકડી પણ ક્રિયા જીવનનું કલ્યાણ કરવા સમર્થ છે. ‘ઈરિયાવહિયા’ની એક ક્રિયાએ અઈમુત્તાને કેવળજ્ઞાન અપાવી દીધું. આપણે કરેલ ક્રિયાઓથી ઉદ્ધાર ન થયો અને નાનકડી ક્રિયાએ મહાન કામ કરાવી દીધું એના રહસ્યનું ઉદ્ઘાટન કરતા ઉપા. શ્રી યશોવિજ્યજી મ. કહી રહ્યા છે આટલી મોટી સાધના નિષ્ફળ ગઈ એનું કારણ કયું? ક્રિયારૂપ ઔષધ લેવા છતા ભાવરૂપ રોગ ન ગયો કારણ? ક્રિયાની અંદર આવતી અસ્થિરતા. ક્રિયારૂપ ઔષધનો કોઈ જ દોષ નથી. જડીબુટ્ટી તો જ સફળ થાય જો રોગના બીજનો નાશ થાય. અંતરના રાગ-દ્વેષ દૂર કરવા નથી પછી ક્રિયાઓ સફળ કેમ થાય? મન-વચન-કાયાની ત્રણ પેઢી છે. તમે સામાયિક લઈને બેઠા છો અને અચાનક ત્યારે કોઈને તમે તમાચો મારો છો? સાહેબ! સામાયિક લીધા પછી ઉભા પણ ન થઈએ. સામાયિકમાં તમે કોઈને ગાળ આપો છો? મહારાજ! ત્યારે તો મૌન હોય છે. ૧૦૦ ટકામાંથી ૩૩ ટકા કાયાના માર્ક તમને મળ્યા. ૩૩ ટકા વચનના માર્ક પણ તમને મળી ગયા. આખા સામાયિકમાં ખરાબ વિચાર આવે છે? સાહેબ! આમ તો સારા જ વિચારો આવે છે પણ વચ્ચે મન કયાંક ફરવા ચાલ્યું જાય છે. એટલે મનના ૧૦ ટકા માર્ગ મળ્યા. માત્ર • ૯૮ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy