SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ જશે. પછી કાંઈ નહિ થાય. રાગ-મોહ-લોભનો પ્રવેશ થતાં આત્મપ્રદેશો કંપિત થાય છે. એ આપણને પછી કયાં લઈ જશે? અસ્થિરતા બહુ જોખમી છે. કાયિક અસ્થિરતા પ્રથમ દૂર કરીએ. શરીર ઉપરના મોહના કારણે કાઉસ્સગમાં એક મચ્છર હાથ ઉપર બેસે તો? તરત અસ્થિરતા! કાઉસ્સગ કરતી વખતે અરિહંતના ધ્યાનમાં સ્થિર બનવું જોઈએ. શ્રાવકની આરાધના ચાંદલાથી શરૂ થાય છે અને ચરવલામાં પૂર્ણ થઈને આગળ વધતા ઓઘામાં પૂર્ણ વિરામ થાય છે. નાનકડી પણ શુદ્ધિદાયક ક્રિયા ફળદાયી છે. નૈવેધપૂજાના પણ રહસ્યો ન્યારા છે. શ્રાવક પોતાના ઘરમાં બનાવેલી દરેક વસ્તુ ભગવાનને ધરાવે. શ્રાવક સમજતો હોય જે ભગવાનને ધરાવાય એ જ પેટમાં પધરાવાય. જિનવાણીના રહસ્યો બહુ ન્યારા છે. જિનવાણી જુદા જુદા એંગલથી, અભિપ્રાયથી કે અભિગમથી સમજી શકાય છે. પ્રભુને ધરાવ્યા વિના ખવાય નહિ એ આ દેશની સંસ્કૃતિ હતી. તત્ત્વને સમજો. ૫૦૦ શિષ્યોના ગુરૂનો કાળધર્મ થયા પછી શિષ્યો વિચારે છે આપણા ગુરૂદેવ કયાં પધાર્યા હશે? જ્ઞાની શિષ્યોને જ્ઞાનથી જાણવા મળે છે કે ગુરૂદેવનો અનાર્યદેશમાં જન્મ થયો છે. આપણા ગુરૂદેવ છે ત્યાં નથી જૈન ધર્મ, નથી દેવ-ગુરૂનો સંગ. આપણા ગુરૂદેવનું આપણા મસ્તકે કેટલું ઋણ? ગુરૂદેવને ધર્મ પમાડવો જોઈએ. વધારે. આત્માની ચિંતા કરે તે ધર્મી, શરીરની ચિંતા કરે તે કર્મી. કપડા કરતા શરીરની કિંમત વધારે અને શરીર કરતા આત્માની કિંમત શિષ્યો વિચારે છે શું કરીએ? ત્યાં જઈએ તો અનાર્ય દેશમાં ગોચરીપાણી ન મળે. જે જાય તેને ચોવિહાર ઉપવાસ કરવા પડે. બધા જ તૈયાર થાય છે. બધાથી તો જવાય નહીં છતાં ઘણા શિષ્યોનો કાફલો અનાર્ય દેશ તરફ આગળ વધ્યો. ઉગ્ર વિહારો કરીને ત્યાં પહોંચ્યા. શિષ્યોએ ત્યાં જઈને નાટકીયાનો વેશ લીધો. સુંદર સંગીતના કાર્યક્રમો રજૂ કરે. રાજકુમા૨ને સંગીતનો શોખ. સંગીતમાં કુશળ એવી મંડળી આવી છે, એની જાણ થતાં રાજદરબારમાં બોલાવ્યા. મિલન થાય છે. સંગીતમાં રાજકુમારને ભારે રસ પડ્યો. બીજે દિવસે પણ આવ્યા. નાટકીયાના વેશમાં રહેલ શિષ્યોએ ધીમે ધીમે સંગીતની અંદર ગીત ગાતા ગાતા પૂર્વજન્મનો આખો ઈતિહાસ રજૂ કરી દીધો. સાંભળીને રાજકુમારને જાતિસ્મરણ જ્ઞાન થાય .૯૬ .
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy