SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણ રૂકે તો, મંઝિલ મળે ✰ નિરાકાર બનવા માટે એકાકાર બનવું જરૂરી છે. ×સુખને મેળવવા બહાર જવું પડે છે... આનંદને મેળવવા અંદર આવવું પડે છે. ✰ ✰ ✰ ✰ ✩ ✰ ..... અંતસમયે સમાધિ ટકાવી રાખવી હોય તો અત્યારથી જ વ્યક્તિઓના અને વસ્તુઓના સથવારા ઓછા કરતા જાઓ. બહાર જવાથી પદાર્થ મળે, અંદરમાં વળવાથી પરમાત્મા મળે.... પદાર્થ ક્ષેત્રે વિચારશીલ બનો તો વૈરાગ્ય મળશે... જીવક્ષેત્રે લાગણીશીલ બનો તો વાત્સલ્યના સ્વામી બનશો. સમર્પણ જે કામ કરે તે સત્તા, સંપત્તિ પણ કરી શકતા નથી. યોગીઓને સ્વકીય આનંદ, ભોગીઓને પરકીય આનંદ. ઉપર જઈને પણ નીચે આવવું પડે જો હૃદય ઊંચું ન હોય તો! જ્ઞાન-દર્શન-ચારિત્રના ખજાના જોવા હોય તો બહારના સંબંધો કાપી નાખો. સ્કૂલથી ઘેર આવેલા દીકરાને એની મા કહે છે - બેટા, લેશન કરવા બેસી જા! રમતિયાળ બાળક રમવા માટે ચાલ્યો જાય છે. મા ફરીથી લાગણીથી સભર બની પાછો ભણવા બેસાડે છે. પાછો રમતમાં દોડી જતા બાળકને મા લાગણીથી પ્રેરાઈને પાછો હોમવર્ક કરવા બેસાડે છે. બસ એવી જ રીતે મીઠાસથી ઉપાધ્યાજી મહારાજે સતત બહાર ચાલ્યા જતા જીવને કહે છે હે પુત્ર! તું વારંવાર ભટકીને શા માટે કલેશ પામે છે. તને શું જોઈએ છે? ખજાનો તો તારી પાસે જ છે. માણસને જે ગમતું હોય તેને ચિત્ત દઈને સાંભળે. અર્થ સંપત્તિ માટે માણસ ચારેકોર દોડી રહ્યો છે. તે દોડે છે બહાર, પણ ખજાનો તો અંદર છે. . એક વેદપાઠી બ્રાહ્મણ કોઈક પ્રસંગે જમવા ગયો. જમણવારમાં ઘણી વાનગીઓ છે અને લાડુ પણ છે. બ્રાહ્મણની પસંદગી લાડુ. તમારી તંદુરસ્તી ફોટા ઉપરથી જાણી શકાય કે એક્સ-રે ઉપરથી? એક્સ-રે એ તંદુરસ્તીની ગવાહી છે. સારા માણસોની વચ્ચે પણ હલકી વૃત્તિ આચરનારો માણસ • ૮૬ .
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy