SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Ni Mit આ બંને ગ્રંથો આજે પ્રકાશિત થઇ રહ્યા છે. તેમાં ભારપૂર્વક જણાવવાનું કે - યોગ્ય મુનિવરો, પૂજ્ય ગીતાર્થ ગુરુભગવંતની આશા પ્રાપ્ત કરીને જ આ ગ્રંથનો અભ્યાસ પૂજ્ય ગીતાર્થ ગુરુભગવંત પાસે કરે અને વિશુદ્ધ પરિણતિ ઉત્પન્ન કરી પરંપરાએ મુક્તિને પ્રાપ્ત કરનારા બને. આ બંને ગ્રંથોનું મેટર તૈયાર થયે છતે પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ ઉદારતાથી તપાસી આપ્યું છે. તેમનો પણ અંતઃકરણપૂર્વક ઉપકાર માનું છું. આ ગ્રંથમાં શુદ્ધિની કાળજી રાખવા છતાં પણ અજ્ઞાનતા તથા પ્રમાદાદિના કારણે કોઇપણ અશુદ્ધિ રહી ગઈ હોય તો ગીતાર્થ ગુરુભગવંતો શુદ્ધ કરે અને સૂચન જણાવે. गच्छतः स्खलनं क्वापि भवत्येव प्रमादतः । हसन्ति दुर्जनास्तत्र समादधति सज्जनाः ।। सपरजाणणट्ठा विसोहिअं, विवरियं च जमिह मए । तं सोहंतु गीअत्था, अणभिनिवेसी अमच्छरिणो ।। છેદ ગ્રંથોનું પ્રકાશન ઉચિત ગણાય? આ એક જટિલ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. છેદગ્રંથો અને પ્રાયશ્ચિત્તના અધિકારો ઘણા ગૂઢ હોય છે. તેના અધિકારીઓ પણ બહુ ઓછા હોય છે. છતાં આવા મહાન ગ્રંથોનું અધ્યયન, અધ્યાપન યોગ્ય મુનિવરો સારી રીતે કરી શકે અને ગ્રંથ સુરક્ષિત રહી શકે એજ એક શુભ ભાવથી પ્રકાશન કરેલું છે. કોઇપણ વસ્તુ ગુપ્ત રાખવા યોગ્ય હોય તે બરાબર છે. પરંતુ ગુપ્ત રાખવા જતાં બિલકુલ અધ્યયન બંધ થઇ જાય અને યોગ્યને પણ ન મળે તે બરાબર નથી. જો કે આજે તો બધા જ છેદસૂત્રો પૂજ્ય મહાત્માઓ દ્વારા સંપાદિત થઈને સંબંધિત પ્રકાશકો તરફથી પ્રકાશિત થયેલાં છે. આ બંને ગ્રંથોના પૂર વગેરે સર્વ કાર્યોમાં મારા શિષ્યો મુ.શ્રી નિર્મલયશ વિ., મુ.શ્રી અજિતયશ વિ., મુ.શ્રી પ્રશાંતયશ વિ., મુ.શ્રી શ્રમણયશ વિ, મુ.શ્રી જયંતયશ વિ. તથા મુ.શ્રી. જયંતપ્રભ વિ. સંપૂર્ણ રીતે સહાયક બન્યા છે. પં.નયભદ્ર વિ. ગણિ વિ.સં. ૨૦૬૯, કારતક સુદ - ૫ રાજેન્દ્રજૈનભવન, પાલિતાણા (સૌરાષ્ટ્ર)
SR No.032470
Book TitleSaddha Jiyakappo
Original Sutra AuthorN/A
AuthorNaybhadravijay Gani
PublisherParam Dharm
Publication Year2013
Total Pages122
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anykaalin
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy