SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ સાધનાપથ અને આત્મજ્ઞાન અંતઃકરણમાં પોતાની પામરતાનો ભારોભાર સ્વીકાર વર્તી રહેવો એ ય ખરે અસાધારણ પાત્રતાનું લક્ષણ છે. જ્ઞાનનો મિથ્યા ગર્વ એને નહીં થાય. અહંના કારણે જે આકરાં પતન થાય છે એમાંથી એ ઉગરી શકશે અને ખોજી’ બની જીવશે. ©Þ આતમને જાણવા-માણવા જીજ્ઞાસા હોય તો હે જીવ, આજ સુધીનું તમામ જાણેલું તું ભૂલી જા... અંતઃકરણને કોરા કાગળ જેવું કરી નાખ...નિઃશંક થઈ નાના બાળક જેવો થઈ જા. બાળક ‘મા’ વિના તડપે એમ તું ‘સત્’ વિના તડપતો થઈ રહે. © ભલે ધીમી ગતિએ પણ નક્કર આત્મવિકાસ થવો ઘટે. જીવ દોડે છે તીવ્ર ગતિએ પણ આત્મહિતમાં નક્કર પગલાં ભરતો નથી. હે જીવ ! તું અથાગ દોડ્યો... પણ મંજિલ દોડવાથી મળતી નથી – એ તો શાંત અને સ્થિર થવાથી મળે છે. પરમ સ્થિર થવું ઘટે. 0 સ્થિર થઈ...સર્વ શક્તિ હોડ પર લગાવી...સર્વ પ્રથમ સાચી સૂઝ-હૈયાઉકલત પામવા જ પ્રયત્નશીલ થવું ઘટે છે. સાચી સૂઝ વિના સત્નો પુરુષાર્થ સંભવ નથી; માટે એવી ઉજાસમયી અંતરસૂઝ ખીલવવા જ સર્વ પ્રથમ પ્રયત્ન કરવો. 0TM ઝાંખી થવી...સની ઝાંખી થવી... એ એક વાત છેઃ અને એની સ્થાયી ઝલક પામવી એ સાવ બીજી જ વાત છે. ઘડીક દિલ બહેલી જાય ને અનુભવ ગાયબ થઈ જાયે એ નહીં પણ; અસ્ખલિત ધારા જળવાય રહે એનું નામ ખરૂ આત્મજ્ઞાન છે. 70× સાધકનું સાચકલું અંતઃકરણ અવિરત મંઝીલની જ માળા જપતું હોય છે. એને માર્ગમાં ક્યાંય અટકવું નથી. શ્વાસે શ્વાસે એના અંતરમાંથી એ જ પુકાર ઊઠતો હોય છે કે, મારી મંઝીલ હું ક્યારે પામીશ ? – મારી સમસ્ત ચેતના ભગવદુસ્વરૂપ ક્યારે થશે ? © પૂર્ણ શુદ્ધ થવાની અદમ્ય પિપાસા સાધકને સદા ઊંચા મને રાખે છે... સાધકનું મન ક્યાંય ભલી પેરે ઠરતું નથી – કશામાં જંપ પામતું નથી. આવી પારમાર્થિક પીડા હોય ત્યાં મન દુન્યવી તમામ વિષયોથી ઉભગેલું જ રહે એ સ્વાભાવિક છે. =
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy