SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ સાધનાપથ અને આત્મજ્ઞાન ઇન્દ્રિયો કંઈ પરાણે આપણને બહિર્મુખ કરતી નથી. આપણું જ મન બહારમાં ભટકે છે...કારણ, આપણને ભ્રાંતિ છે કે સુખ બહારમાં છે. ભીતરના અનુપમ સુખનો આપણને પરિચય નથી – એ પરિચય પામવા આપણે શ્રમ પણ કરતાં નથી. જીવ, તારે જો ભૂતની માફક બહાર ભટકતા મનને સ્વભાવ ભણી વાળવું હશે તો ભીતરના અનુપમ સુખનો મહિમા લાવવો પડશે. જેમ જેમ આંતરસુખનો મહિમા તારા અંત:કરણમાં વધતો જશે એમ એમ સ્વમાં ઠરવાનું સહજસાજ બનશે. પ્રત્યેક મુમુક્ષુની એ ગહનતમ અભિલાષા હોય છે કે પોતે પૂર્ણપવિત્ર બ્રહ્મચર્ય પામેએ માટે પાંચેય ઇન્દ્રિયોના વિષયોનો પરિત્યાગ યા વધુને વધુ સંક્ષેપ આવશ્યક છેઃ એકપણ ઇન્દ્રિયજન્ય રસ, જીવની અંતવૃત્તિ થવામાં ઘણો બાધક છે. પદાર્થમાં જે મહાભ્ય છે એને કલ્પના અનેકગણું વિશેષ બનાવી દે છે. ઘણીવાર વસ્તુ સાવ સામાન્ય હોવા છતાં, કલ્પના એમાં અપરિમેય મહિમાં ભાળવા મંડે છે. આવા વખતે વાસ્તવિક બોધ થવો ઘણો દુર્ગમ બની જાય છે. જON હે આત્મન ! તું અનેક ગતિઓમાં ભટકી અનંતદુઃખો ભોગવી આવેલ છો – પુનઃ એ ગતિઓમાં ભટકવા ન જવું હોય તો કામભોગની ઠગારી જાળમાં ફસાઈશ નહીં. નહિતર તારૂં મહાન ‘હિત પ્રયોજન નિચે ચૂકાય જશે. તું અનંત દુઃખની ગર્તામાં ધકેલાય જઈશ. ગઈકાલ સુધી જે જીવન જીવ્યા એ જીવન કંઈ સુખદ કે શ્રેયસ્કર ન હતું. ગઈ કાલ સુધી જે સુખ પામ્યા એ પરમ અર્થમાં સુખ ન હતું...હવે જીવનમાં ગહેરાઈ જોવે છે. કોઈ ગહેરા સુખની અનુભૂતિ જોઈએ છે. કોઈ ગહેરી હિતની સાધના જોઈએ છે. સુખ વિશેની ધારણા બદલાય તો જ જીવનમાં ક્રાંતિ ઘટીત થાય, એ ધારણા અંતર્મુખ થવાવડે બદલાય. એ ધારણા આત્મધ્યાન વડે જ બદલાય. કોઈક અપૂર્વ અને અવગાઢ સુખ સંવેદાય તો સુખ વિશેની અનાદિનિબદ્ધ માન્યતા સંપૂર્ણ બદલાય રહે. SYS: = = = = = 111111 કરમસદ
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy