SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ સાધનાપથ અને આત્મજ્ઞાન ધીમેધીમે થોડાંઘોડાં ગાળા માટે, સંકલ્પ બળ ખીલવવું ઘટે કે અમુક સમય પર્યત મારે વિષયભોગનું સ્મરણ પણ કરવું નથી. સ્મર' અર્થાત્ કામ એ સ્મરણથી પાંગરે છે. માટે પૂર્વ કિડીત કોઈ ભોગોપભોગનું સ્મરણ કરવું ન ઘટે. DOS સંકલ્પ કાં કરવો નહીં– કરીએ તો એને કસોટીકાળમાં પણ નભાવી જાણવો. વિષયચિંતનથી બચીને આખર તો વીતરાગતા ભણી કદમ માંડવાના છે – એ માટે સંકલ્પબળ ખૂબ ખૂબ ખીલવવું ઘટે છે. અને વીતરાગદશાની ચિ કેળવવી ઘટે છે. ભાઈ, વાસનાવિજય-વૃત્તિવિજય એ સહેલું કામ નથી: પૂર્વજન્મોના સંસ્કારો હોય તો અલગ વાત છે – બાકી, બહું પ્રયત્ન કરવો પડે છે. ઘણી ધગશ, ધીરજ અને સ્વભાવરુચિ હોય તો વિષયરુચિનો પરિહાર સુસંભવ બની શકે છે. ઘણી ધીરજનું કામ છે. વભાવથી વિમુખ જઈ કોઈયેય વિષયમાં રસ લેવો એ અધર્મ છેઃ સ્વભાવ સન્મુખ થઈ એમાં સમગ્ન થવું એ ધર્મ છે. સ્વભાવમાં ઓતપ્રોત રહેવું એ વાસનાવિજયની ગુરુચાવી છે. માટે સ્વભાવમાં કરવાનો અભ્યાસ પાડવો જોઈએ. અહાહા...સ્વભાવને ઉપેક્ષીને થતું પરનું ધ્યાન – પરનું ચિંતન એ ઘણો મોટો અધર્મ છે. નિષે દુર્ગતિનું કારણ છે...સ્વનું ધ્યાન ચૂકાય છે ત્યારે યા સ્વનું ધ્યાન સાધતા શીખ્યાન હોઈએ તો અનાયાસ પરનું ધ્યાન ચાલે છે – જે કલ્પનાતીત અવનતિઓનું કારણ છે. જીવ પરમાં શું મોહાય જા છો ? તું કેવો પરમધ્યેયવાન આત્મા ! તારૂં મહાન પ્રયોજન કાં વિસાર છો ? તારે તો સ્વમાં મસ્ત થવાનું છે અને મહાન આત્મોત્થાન સાધવાનું છે. પરના સહારાની કલ્પના પરિહર અને એકલો પરમ પ્રયોજન સાધનામાં ડૂબી જા...અનંતસુખ સાંપડશે. પરને ભૂલી જવું આસાન નથી એ અમે જાણીએ છીએ. પરંતુ, પરમ પ્રયોજનની લગની લાગી હોય: એની સાધનામાં જે ડૂળ્યા રહેવા જ તલસતો હોય; પરમહેતુની સાધના જેને પ્રાણાધિક પ્યારી હોય, એ પરસંગનો વ્યામોહ ત્યજી – અભ્યાસથી – આત્મકેન્દ્રિત બની શકે છે. . ! 111 HTTTTTER
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy