SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન હે જીવ! સુધારવા ધારેલું પોતાનું પરિણમન પણ ઘણીવેળા સુધારી શકાતું નથી...તો અન્ય કોઈનું પરિણમન સુધારવું તો એથી પણ વધુ દુઃસંભવ હોય એ સ્વાભાવિક છે. માટે કોઈના પરિણમનને પલટાવવા આગ્રહી ન થવું એ જ શાણપણ છે. અમારો કોઈ જીવો પ્રત્યે એવો આગ્રહ નથી કે તેઓ અમારા ખ્યાલ - અમારી ધારણા - અમારી માન્યતા - અમારી નીતિ-રીતિ મુજબ વર્તે. ભલે એની સમજણ મુજબ વર્તે. પરંતુ એનામાં સ્વહિતની સાચી સમજ ઉગે એવી અંતર ગુપ્ત અભીપ્સા અમને રહે છે. I DON અમારી તો ગહનમાં ગહન આંતર-અભીપ્સા છે કે જગતના તમામ જીવો સમ્યફસમજને પામે... એમનામાં સાચા અંતરબોધનો ઉદય થાય..સી પાતાના ઊંડા અંત:કરણને અનુસરીને આચરણ કરતાં થાય...સૌ ગહેરી આત્માનુભૂતિ પામો. જહON અમે ઝંખીએ છીએ કે કોઈ કોઈની સમજ પલટાવવા આક્રમક ન બનો. પ્રત્યેક પ્રાણી સ્વતંત્ર છે – એના હિતાહિતનો નિર્ણય એને જ કરવા દો. અંગૂલીનિર્દેશ કરો, પણ અમૂક જ પ્રકારે વર્તવા એને ફરજ ન પાડોઃ મજબૂર ન કરો. સાધારણત: પોતાની જાત પ્રત્યે કઠોર થનારા, બીજા પાસે પણ એવા કઠોર નિયમ-સંયમ પળાવવાની અપેક્ષા રાખે છે. એ અપેક્ષા સફળ ન થતાં, અંદરથી ધૂવાંકૂવાં થઈ આક્રોશ કરે છે – &ષ અને અરૂચી દાખવે છે. પોતાને એનાથી મહાન સમજી ગર્વ વાગોળે છે... પોતાના કે કાઈના મન ઉપર ઉતાવળથી જીત મેળવવા જતાં બાજી ખૂબ બગડી જશે...બાજી એવી બગડી જશે કે પછી સુધારવી અસંભવ જેવી થઈ જશે. માટે એ ખૂબ ધીરજનું કામ છે. – લાંબા ગાળાની ધીરજ અને ખામોશીની જરૂર છે, ઘણા લાંબા ગાળાની... દિલ પદાર્થ જ એવો છે – એ જો આસાનીથી જ જીતાય જતો હોત તો તો સર્વ કોઈ એવી જીત મેળવી ચૂક્યા હોત. પોતે પોતાનું મન વશ કરવું પણ જ્યાં અપાર કઠીન છે ત્યાં કોઈ અન્યનું દિલ જીતવું આસાન ક્યાંથી હોય ?
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy