________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
જીવ, તું તારો મિથ્યા જ્ઞાનમદ ત્યજી દે અને સાચા તત્ત્વજ્ઞપુરુષોએ જે અનુભૂત ઉપાયો દર્શાવેલ છે, તરવાના – એ ઉપાયોનું આચરણ કર...બહું ટુંકા ગાળામાં તું ભવસાગર તરીને તારી પૂર્ણ શુદ્ધાત્મદશા
પામી શકીશ.
૬૩
©
જ્ઞાની પુરુષોનો દર્શાવેલો માર્ગ સાધકે ખાસ સત્સંગ કરી કરીને, સમજવો જોઈએ. જ્ઞાનીઓ જેને હેય અર્થાત્ ત્યાજ્ય કહે છે એ પ્રિય લાગતું હોય તો પણ ત્યજવું ઘટે. અને જ્ઞાનીઓ જે જે ઉપાદેય દર્શાવે છે તે તે આદરપૂર્વક ઉપાસવું જોઈએ.
70
જીવને વિષયો અતિ પ્રિય લાગે છે. – જ્ઞાનીઓ એને ય કહે છે. પ્રિયનો આદર કરવો કે શ્રેયનો આદર કરવો એ જીવે જાતે નિર્ણય કરવાનો છે. – બે જવિકલ્પ છેઃ- કાં પ્રિયનો માર્ગ ઉપાદેય ગણવો કાં શ્રેયનો માર્ગ ઉપાદેય કરવો; જીવે ખૂબ ગંભીરતાથી નિર્ણય કરવાનો છે.
70
અનાદિકાળમાં અનંતવાર જ્ઞાની પુરુષો મળ્યા. . પણ જીવે કદી શ્રેયના માર્ગનો આદર કર્યો નથી. એણે હંમેશા પ્રેયનો માર્ગ જ વ્હાલો કર્યો છે. જીવની મહાન કમજોરી છે કે પ્રેયનો માર્ગ ખતરનાક જાણવા છતાં એ ત્યજીને, શ્રેયનો અનંત – શ્રેષ્ઠ રાહ ઉપાસી શકતો નથી.
પ્રેયનો રાહ એ દુર્ગતિનો ઉપાય છે. જીવે અનંતવાર પ્રેયને પસંદ કરી દુર્ગતિ વ્હોરી છે. શ્રેયનો રાહ પસંદ પડવો પણ કદી બન્યો નથી. એક વેળા અંતઃકરણને તૈયાર કરીને જીવ જો શ્રેયનો પથ ઉપાસી લે તો બેડોપાર થઈ જાય એવું છે.
©
પ્રભુ ! પ્રેયને છોડવા હું સમર્થ નથી...હું શું કરૂ ? પ્રભુ, મને શક્તિ આપ: મનની મક્કમતા આપઃ અંતઃકરણની સાચી સુઝબુઝ આપ, કે જેથી ઇન્દ્રિય સુખોના તુચ્છ રાહેથી પાછો વળી હું અતીન્દ્રિય આનંદ ઉપલબ્ધ કરવા યત્નશીલ થાઉં.
પ્રેયનો માર્ગ આત્માના પતનનો માર્ગ છે. આત્માના ઉત્થાનના રાહે આગેકૂચ કરતાં સાધકે પ્રેયના પંથ પ્રતિ તદ્દન ઉદાસીન બની જવું ઘટે છે – તો જ શ્રેયનો માર્ગ ઉપાસી શકાય. થોડા કાળે તો પછી શ્રેયનો માર્ગ જ પ્રિય બની જાય છે... પછી સમસ્યા રહેતી નથી.