SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન `પરમાં કાંઈ જ સુખ નથી' – એવી પ્રતીતિ પામવા જીવે ખૂબ ખૂબ પ્રમાણિક પ્રયત્ન કરવો ઘટે. સદ્ગુરુ કહે છે માટે માની લીધું – એમ પણ નથી ચાલતું. પોતાની તેવી આંતરપ્રતીતિ પાંગરવી જોઈએ. પોતાનો અનુભવ પુકારવો જોઈએ કે સુખ તો માત્ર ‘સ્વભાવ’ સિવાય ક્યાંય નથી. ૫૭ એકવાર જો અંતરની સચ્ચાઈથી જીવને મહેસુસ થાય કે, પરમાં લવલેશ સુખ નથીઃ દુ:ખ જ છે – તો પરલક્ષ મવું આસાન બની જાય છે. સ્વલક્ષ થવું સુસંભવ બની જાય છે...પછી જીવ સહેજે અંતર્મુખ થઈ આત્મધ્યાનમાં ગરકાવ થઈ જઈ શકે છે. - 70 અનુભવી પુરુષોએ તો પોતાના વિશદ અનુભવથી સાફ કહ્યું છે કે સુખ - સાચું સુખ - અખંડ સુખ હોય તો તે સ્વમાં જ છે. – પણ સુખ સ્વભાવમાંથી જ આવતું હોવા છતાં જીવને વિભ્રમ થાય છે કે તે ૫૨ ૫દાર્થમાંથી આવી રહેલ છે. – ખરે જ કસ્તુરીયા મૃગ જેવી દશા છે. 0 અનુભવી પુરુષો એ પણ સાફ સાફ કહે છે કે સાચા સુખની ઉપલબ્ધિનો રાહ સાવ સુગમ છે...સરળ છે...સીધો, સાદો, સહજ હાથ લાગે એવો છે... એ જરાપણ કઠીન નથી... જરાપણ મુશ્કેલી કે આંટીઘુંટીવાળો નથી. જીવ જરાક જો લક્ષ ફેરવી લ્યે તો... 0 સન્માર્ગને જટીલ તો જીવે જાતે બનાવી દીધો છે. જીવે અનંત ભૂલભૂલામણી સર્જી દીધી છે. સીધો અનુભવ સાધવાના બદલે જીવ અગણિત અગણિત વિચારોમાં અટવાય ગયો છે. જો એ બુદ્ધિનો બોજ’ બધો ઉતારી હળવો થાય તો સાચો અનુભવ પામવો સુગમ જ છે. GN બુદ્ધિથી નહીં – અનુભવથી અપૂર્વ સત્ય ૫માશે. બુદ્ધિથી સત્યનો તાગ લેવા મથવું એ વ્યાજબી નથીઃ અનુભવની એક જ ઝલક પર્યાપ્ત છે. બુદ્ધિની એક મર્યાદા છે. સત્યદર્શનમાં એવા પરમ આતુર અંતઃકરણની જ આવશ્યકતા છે, – બુદ્ધિનું ત્યાં કામ નથી. જી અંતઃકરણ જેટલું શુદ્ધ હશે......નિર્દોષ હશે...નિરાભિમાની હશે. નિરાગ્રહી હશે. એટલું એમાં આત્માનું પ્રતિબિંબ સ્પષ્ટ ઝળકી ઉઠશે. અંતઃકરણની શુદ્ધતા માટે નીતિ-ન્યાય-પ્રેમ-કરૂણા-ક્ષમા-સરળતા ઇત્યાદિ કોઈનીય ઉપેક્ષા કરવા જેવી નથી.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy