SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ સાધનાપથ અને આત્મજ્ઞાન આધ્યાત્મિક જગતમાં કોઈ કોઈને કંઈ સિદ્ધિ આપી દે એ વાત જ નથી. કારણ જે કાંઈ મેળવવાનું છે એ કાંઈ બહારથી કશું મેળવવાનું નથી. સર્વ સિદ્ધિ જીવે ભીતરમાંથી જ મેળવવાની છે. માટે દૃષ્ટિ બહાર બધેથી હટાવી ભીતરમાં વાળી લેવાની છે. 7817 ખૂબખૂબ અણમોલ અને મહત્વની વાત આ છે કે આધ્યાત્મિક ઉપલબ્ધિ મેળવવા બહાર બાજું નજર દોડાવવાની નથી...બહારથી થોડુંઘણું પથદર્શન કદાચ મળે, બાકી અંતર્મુખ થઈને – જેમ બને તેમ શીઘ્રતાથી – ભીતરમાંથી સત્યની ભાળ મેળવવાની છે. 70T સાચા ગુરુ જો કોઈ શિષ્ય પોતા બાજું ઢળતો હોય તો એને ચેતવીને – જરૂર પડે તો આકરો ઠપકો આપીને પણ – તે શિષ્યને એના સ્વાત્મા પ્રતિ વળવા પ્રેરણા કરે છે. તું અમારા સામું શું જુએ છો – તું તારામાં ખોજ’– આ એમનો સંદેશ હોય છે. 70 સદ્ગુરુ તો અંતરતમથી એવા અવગાઢ ઉદાસીન હોય છે કે શિષ્યના ગમે તેવા ઉત્કૃષ્ટ વિનયથી પણ એમને લવલેશ ગલગલીયા થતાં નથી. એ તો શિષ્યને હરહંમેશ કહે છે કે, તું મારો નહીં પણ તારો મહિમા પિછાણ – તું પણ અનંત મહિમાવાન પદાર્થ છો. 70 શિષ્યમાં પડેલી સુષુપ્ત ગુણસંપત્તિને પ્રગટ કરવાનું કામ સદ્ગુરુ કરે છે. સદ્ગુરુ શિષ્યની સૂતેલી ચેતનાને જગાડે છે – ખીલવે છે. સદ્ગુરુ શિષ્યને હરહંમેશ એવી ભગવાન તરીકેની દૃષ્ટિએ જુએ છે કે શિષ્યમાં પણ ભગવદૂતાનો આવિર્ભાવ થઈ જાય છે. 70 પોતાના સાનીધ્યમાં શિષ્યનો ચાહે તેવો પરાકાષ્ટાનો આત્મવિકાસ થાય પણ શ્રીગુરુ પોતાને કર્તા માનતા નથી. એ તો પોતાને‘નિમિત્તમાત્ર’ માને-જાણે છે. ખરા અલગારી છે એ તો......શિષ્યને કહે કે, તારા ચૈતન્યની એવી યોગ્યતાથી જ તારો પરમવિકાસ થયો છે. 70 સાચા નિર્લેપ ગુરૂ મળવા આસાન નથી. શિષ્ય ગુરુમાં કેવીક નિર્લેપતા છે એ પહેચાનવું ખૂબ ખૂબ જરૂરી છે. બધાના સંગમાં આવવા છતાં ગુરુ બધાથી ન્યારા છે કે કેમ ? – તેઓ અંતરમાં ખોવાયા ખોવાયા રહે છે કે કેમ ? – તે શિષ્યે ઝીણી દૃષ્ટિથી તપાસવું જોઈએ.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy