SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨. સાધક અને સરળતા પણ સરળહૃદયમાં સહેજે સમ્યકરૂપેણ જ પરિણમે છે. જગત સાથે જેમ એમનો વ્યવહાર સરળ હોય છે એમ પોતાની જાત સાથે પણ એમનો વ્યવહાર સરળ અને સુવિવેકી હોય છે. ક્યાંય પોતાનાથી અસરળતા કે ક્ષતિ સેવાય જાય તો પણ સરળદિલ ઇન્સાન સત્વરે એ ક્ષતિ સુધારી લે છે. “હું સાચો જ હતોઃ મારી ભૂલ જ નથી' – એવા તંતમાં સરળહૃદય તણાતું જ નથી. સરળ જીવો પલટાવ્યા તુરત જ પલટી જનારા હોય છે. ખોટી જક્કી ચાલ એમની હોતી નથી. પકડ્યું તે પ્રાણાતે પણ મૂકવું જ નહીં એવી મિથ્યા મમત એમને હોતી નથી. કોઈ ભૂલ બતાવે તો સાભાર સ્વીકારીને. સત્વરે ભૂલ સુધારી પણ લેતા હોય છે. સરળ આત્માને વધુ ને વધુ સરળ બની જવું સુહાતુ હોય છે. સરળચિત્ત સાધકને એ સભાનતા છે કે સાધનાના મીષે મેં જે કંઈ કર્યું તે સ્વહિતાર્થે જ કર્યું છે – ગુરુ કે સમાજ પર ઉપકાર કર્યો નથી – એથી કોઈ પાસેથી માનાદિ કે સ્થાનાદિની કોઈ અપેક્ષા એ અંતરમાં ધરતા નથી. પોતે પોતાનું જ હિત સાધ્યું એમાં શું નવાઈ કરી ? – એમ સહજપણે જ એ સાધનાના સર્ટીફીકેટોથી અને સિરપાવથી નિરપેક્ષ હોય છે. સરળહૃદયમાં કોઈ આંટીઘૂંટી ન હોય લાંબી ભાંજગડ હોતી નથી. આથી સરળ જીવનું હૈયું ઠરેલ અને પ્રશાંત હોય છે. આથી ઠરેલ હેયે એ બધી વાતના સારાસાર ગવેષી શકે છે. ઘણીવાર મોટા પંડિતો ન કરી શકે એવી ઉલઝનોના ઉકેલ એ સરળતાથી – સુગમપણે કરી શકે છે. ભલી સરળતા ભરપુર હોય કોઈની સાથે પણ વક્ર આચરણ એનાથી થઈ જ શકતું નથી. સ્વભાવિકપણે જ સર્વ સાથે ભલમનસાઈભર્યું વર્તન સંભવે છે. કુટીલ માણસોની જેમ ખટપટ કરવાનું વિચારી પણ શકતા નથી. જ્ઞાનીઓને સરળ આત્મા જેટલા રુચે છે એટલા અન્ય કોઈ રુચતા નથી. સરળહૃદયમાં સમ્યજ્ઞાન ઉદિત થવાનો ખૂબ ખૂબ અવકાશ છે. ગુરુ વિ. ના નિહાળવા યોગ્ય ઘણા ગુણો ન નિહાળતા એમના કોઈ સામાન્ય દોષન જ મુખ્ય કરે એ જીવમાં સરળતાનો અભાવ વર્તે છે. સરળ આત્મામાં દોષદૃષ્ટિ તીવ્ર હોતી નથી. એ તો ગુણજ્ઞ અર્થાત્ ગુણપ્રેમી-ગુણગ્રાહી અને ગુણની કદર કરનાર હોય છે. સરળ સાધકમાં પ્રમોદભાવના ભરપુર હોય છે. બીજાનું સારું દેખી એનું હૃદય હંમેશા પ્રમુદિત થાય છે. ગુરુગુણની સ્તવના એનું પાવનહેયુ વારંવાર કરે છે. સરળહૃદય હોય ત્યાં બીજા ઘણા ઘણાં ગુણો સહજપણે ખીલી રહે છે. સરળ આત્મા પોતે બહુગુણસંપન્ન હોવા છતાં બીજાના અલ્પગુણનીય ઘણી કદર કરી જાણે છે, પણ અન્યને હીન તરીકે જોતા જ નથી. સર્વને આત્મવત્ આદર આપી જાણે છે. આથી એના સંબંધો આત્મિય હોય છે. સર્વ જનોમાં એ સ્વાભાવિક રીતે જ પ્રિય બની રહે છે. પરના દોષ બહુ દષ્ટિપર આવવા એ સરળહૈયાનો અભાવ સૂચવે છે. પોતાની સાચી ભાસતી વાત સામો ન માને તો મનાવવા બળજબરી કરવી એ વાત તો દૂર રહી . પણ પોતાનું ન માન્યાનો રંજ રહેવો એ પણ સરળતાની કમી સૂચવે છે. પરમ સરળ આત્મા સર્વ આત્માઓની સ્વતંત્રતાનો સમાદર કરતા હોય, કોઈ ઉપર બળજબરીથી બોધ લાદી દેવા ઉધુક્ત થતા જ
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy