SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ સાધનાપથ અને આત્મજ્ઞાન જ્ઞાનીઓ કહે છે કે પ્રખર જ્ઞાનજાગૃત્તિ એ જ ચારિત્ર છે. રાગાદિ દોષ છે ને એ નિશ્ચે દુઃખરૂપ છે એવું હ્રદયંગમ ભાન ખીલી ઉઠવું એ જ રાગાદિના વિલયની પ્રક્રિયા છે. માટે, રાગ-દ્વેષ હેય છે એવું ભાન ઘૂંટી ઘૂંટીને મતિમાં દૃઢીભૂત કરવું જોઈએ. 70≈ ભાઈ... ! તું ચારિત્ર સુધારવા ઝંખતો-તડપતો હો તો જ્ઞાનમાં હેય-ઉપાદેયનો વિવેક ખૂબ જગાવજે. મારે હેય અર્થાત્ ત્યાજ્ય શું છે અને મારે ઉપાદેય અર્થાત્ આદરણીય શું છે એનો સુસ્પષ્ટ ચિતાર પોતાના જ્ઞાનમાં ખડો કરવો ઘટે. 70 મોટું મન રાખવું. જગતના પાગલ લોકોની તમામ ગેરવર્તનાઓને દરિયાવ દિલથી દરગુજર કરવી... અલબત, મોટું મન રાખવું આસાન નથી – એમાં ઘણું જતું કરવું પડે છે. પણ એમ જતું કરનારને કુદરત ઘણું અલૌકિક આપી રહે છે એ હકીકત છે. = 0 ધણીના મનમાં કોઈક જૂદી જ રમતી હોય તો ધણીયાણીના મનમાં ય કોઈક જૂદો જ રમતો હોય છે— એવો આ સંસાર ! સંસાર છલનાઓથી ભરેલો છે. નિષ્ઠાવાન વ્યક્તિને પણ નિષ્ઠાવાન જ પાત્ર સાંપડે એવું નથી. જેમ તેમ ઝંપલાવીને દિલ આપી દેવા જેવું પણ નથી. ગંભીર થવું ઘટે છે. ©` જીવન વ્યવહારમાં જેમ જેઓ સમજીને ચાલ્યા છે એ જ સુખીયા થયા છે ને સમજ્યા વગર ચાલનારા ભયંકર દુ:ખી થયા છે એમ અધ્યાત્મમાર્ગમાં પણ જેઓ વસ્તુસ્થિતિનો ગહનમર્મ સમજીને વર્ત્યાપ્રવર્ત્ય એ જ પરમાનંદની અમરધારા પામી શક્યા છે. બાકી તો ખૂબ ભટકી ગયા છે. ©Þ પ્રથમ તો... અનંતકાળથી આથડતા ને અનંતયાતના ભોગવતા રહેલા એવા પોતાના આત્માની અમાપ દયા ઊપજવી ઘટે. જેને પોતાના આત્માની એવી અવગાઢ અનુકંપા ઊપજે એને જ અન્યજીવોની સાચી અનુકંપા સ્વતઃ આવી શકે – બીજાને નહીં. ©Þ આ જીવને અનાદિકાળથી આજપર્યંતમાં ક્યારેય પોતાના પતીત અને પીડાતા આત્માની એવી પરમ અવગાઢ અનુકંપા ઊપજી જ નથી. જો એ એકવાર પણ ઊપજે તો જીવ અન્ય સઘળું ગૌણ કરીને દિનરાત આત્મહિતની જ ચિંતામાં લાગી જાય.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy