SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ સાધનાપથ અને આત્મજ્ઞાન ચાય તો એ છે કે દુર્જન જો એનો કૂડો સ્વભાવ ચૂકતો નથી તો સજ્જને પણ કેમેય પોતાનો રૂડો સ્વભાવ ત્યજવો ઘટે નહીં. પોતાનો સ્વભાવ - કોઈપણ સ્થિતિમાં ય ન ચૂકવોઃ સદાકાળ પોતાની સહજા—દશામાં લયલીન રહેવું એ આત્માર્થીનું પરમકર્તવ્ય છે. ભોગવીને સંતોષ પામી પછીથી ભોગોથી નિવૃત્ત થઈ જવું – એવો માર્ગ કેટલાક સૂચવે છે. તેઓ કહે છે કે જેની ઝંખના ન જ શમતી હોય એને ભોગવી લો અને પછી... પણ, કેટલું ભોગવી લેતા મન ઉપશાંતી પામશે ? સંભવ છે મન ઉર્દુ વધું લાલાયત બની જાય. જીવનસુકાન પોતાના હાથમાં જ રાખેઃ જીવનનયાનું સુકાન પરમાત્માને સોંપે નહીં. સુકાન પ્રભુને સૌપીને પણ જાતે ચિંતા કર્યા જ કરે – ઉત્પાત કર્યા કરે – અને પછી જીવન ન સુધરતા દોષ પ્રભુને માથે નાખે એ કાંઈ સાચા ભક્તના લક્ષણ નથી. ભક્ત તો જીવનના માલિક રહેવાનું નથી... જીવન સંપૂર્ણ સમર્પિત કરી એણે તો દાસવત્ રહેવાનું છે. એણે અત્યંત વિનમ્ર વિનમ્ર બની જવાનું છે. દરેક સારી-નરસી પ્રત્યેક વાતે એને થવું જોઈએ કે... ‘જેવી માલિકની મરજી'. જેબને તેનો સંપૂર્ણ સ્વીકાર. કર્મના કારણે હાની થઈ માનો-કબૂલો છો તો એવા હાનીકર્તા કર્મ હવે ન બંધાય એની કાળજી કેમ કરતા નથી ? કર્મના હીસાબે જે કાંઈ સંભવે તે પરમ પ્રશાંતભાવે સ્વીકારી: નવા કર્મ ન બંધાય એ અર્થે ઉચાટ-ઉદ્વેગ-ઉત્તેજનાદિથી અગળા રહેવું ઘટે. એ કેમ કરતા નથી ? અહાહા.. જગતની વિષમ સ્થિતિ તો જૂઓ. જીવો આકરા કર્મ ભોગવીને બાપડા ફૂટતા નથી. ઉલ્ટાના ઉહાપોહ મચાવી, નવા આકરામાં આકરા કર્મો બાંધે છે. હે જીવ! ગમે તેવા કઠણ ઉદયને પણ સમભાવે.પરમ સમતાથીભોગવી લેવામાં જ પરહિત છે. ભીડની વચ્ચે વસતો માનવ પણ કેવો એકલોઅટૂલો છે ? અહીં દિલની હમદર્દી બતાવનાર કોણ છે? અહીં માનવના સાગર સમા સંવેદનને ય સમજનાર કોઈ નથી. છતાં માનવની પામરતા છે કે એ ભીડથી અંજાયને સ્વધર્મ સૂકે છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy