SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ સાધનાપથ અને આત્મજ્ઞાન ચક્રવર્તી હોય અને એક ચાકરની માફક પ્રભુમાર્ગના દાસાનુદાસ થઈ રહે એ આ માર્ગ છે. જિનમાર્ગ અહંના આત્યંતિક વિલય માટે છે. હુંચક્રવર્તી હતો ને બધું ત્યાગી મુનિ થયો છું એવી વાત એ કોઈને ન કરે... અરે મનમાંથી પણ એવી મોટાઈ બિલકુલ કાઢી રહે. પોતાની જાત વિશેનું યથાર્થભાન જીવને ઘણાં મિથ્યાભિમાનોમાંથી છોડાવે છે. પોતાની કાર્યક્ષમતાનું ભાન જીવને આંધળુકીયા કરતા બચાવે છે. પોતાના દોષોનું ભાન જીવને વિનમ્ર અને લઘુ બનાવે છે. આંથી જીવ બીજા જીવો પ્રત્યેના અનાદરમાંથી બચી જાય છે. A ON " જ્ઞાનમાં ક્રાંતિ આવે તો જ ચારિત્રમાં ક્રાંતિ આવે. જ્ઞાનમાં જ્યાં સુધી ભ્રાંતિઓ પડેલ છે એ નિર્મળ ન થાય ત્યાં સુધી આચરણમાં ખરી ક્રાંતિ આવી શકતી નથી. મહાન ચારિત્ર્ય ખીલવવા જ્ઞાનને જેમ બને તેમ નિભ્રાંત-નિર્મળ અને ન્યાયી બનાવવું ઘટે છે. રાગ કે દ્વેષમાં તણાય ન જાય એવું સશક્ત-જ્ઞાન જ વાસ્તવિકતા નિહાળી શકવા સમર્થ થાય છે. વાસ્તવિકતા યથાતથ નિહાળનાર જ્ઞાન જ સ્વભાવિક-વૈરાગ્ય પેદા કરી શકે છે. આવો સહજ વૈરાગ્ય જ સાધુતાને પૂર્ણકળાએ ખીલવી શકે છે. જીવની મતિની ગતિ તૃષ્ણા પ્રતિ છે કે તૃપ્તિ પ્રતિ? અલબત અંતતઃ તો સહુ કોઈ તૃપ્તિ જ તલસે છે. જીિવ સાધનો છૂટાવીને ય આખર તો તૃપ્ત થવા જ ઝંખે છે. અહાહા...! ગહનતૃપ્તિ ક્યાં હશે ? માનવી બીચારો શોધે છે ક્યાં ને વસ્તુ છે ક્યાં ? હૃદયમાં તૃષ્ણા છે ત્યાંસુધી વિચારોનું તાંડવ મટવું સંભવ છે ને એથી ધ્યાન જામવું પણ દુઃસંભવ છે. ધ્યાન ન જામે તો વિચારોનું તાંડવ મટે નહીં અને વિચારોનું તોફાન મટે નહીં ત્યાં સુધી ધ્યાન જામે નહીં. કેવો જટીલ ઉલઝનભર્યો કોયડો છે આ... જીવનમાં એક તબક્કે અર્થોપાર્જન દ્વારા ઢગના ઢગ એકત્ર કરવાની પ્રગાઢ ઝંખના હતી. સુખના થોકબંધ સાધનો એકત્ર કરવાનો થનગનાટ હતો. સદ્ગુરુના પ્રતાપે એ બધી અનંત અનુબંધક રુચિ પલોટાયને પરમાર્થ-સાધનાની પરમ અભિપ્સામાં રૂપાંતરીત થઈ.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy