SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ સાધનાપથ અને આત્મજ્ઞાન અન્યને ભલા દેખાવા ખાતર કે જગતમાંથી કીર્તિ સંપાદન કરવા ખાતર પોતાનું ચારિત્ર્ય જેણે ઘડેલ છે. એનું ચારિત્ર એ એને જ બોઝરૂપ બની રહે છે. કેવળ આત્મિક આનંદ ખાતર પવિત્ર ચારિત્ર્ય જે ખીલવી જાણે છે એ ફુલ જેવા હળવા રહી શકે છે. સચ્ચરિત્ર એ આત્માનો સહજ સ્વભાવ છે – પણ, સ્વભાવપરક સહજજીવન જીવવું આપણે એટલી હદે ભૂલીગયા છીએ કે સ્વભાવિક ચારિત્ર સંભવ થઈ ગએલ છે. કેળવેલું ચારિત્ર અને સ્વભાવોદિત ચારિત્ર એ બે વચ્ચે તો આભ – જમીનનું અંતર છે. પોતાની રહેણીકરણી પલટાવવી એ એક વાત છે ને પોતાની મૂળભૂત જાત જ આખી ને આખી પલટાવવી એ બીજી જ વાત છે. પોતે જ નવજન્મની માફક પલટાય જવાનું છે. પોતાને નિરંતર ભલીપેરે દેખે-પેખે અને અમ્બલીતપણે વિશુદ્ધિ વધારી રહે. મૂળ સ્વરૂપે પોતે સર્વ મલિનતા રહીત સ્ફટિકર તુલ્ય છે એનું સતત ધુંટાતું ભાન વિધુતના આંચકાની માફક પ્રબળ ઝાટકાથી આવરણને છેદે ભેદે છે. પોતે સિદ્ધ સમાન શુદ્ધ-બુદ્ધ-ચૈતન્યઘન છે એવું ભાન જ કર્મરજોના થોક ઉડાડી મૂકે છે. ભાઈ.! તારો આત્મા ભગવાનતુલ્ય છે – અરે... એ જ સાક્ષાત ભગવાન છે. માત્ર એનું ભાન વિસરાવાથી જ સઘળી વિટંબણા ઉભી થઈ છે. પોતાના અનંત મહિમાને ભૂલી વિભ્રાંત થએલ જીવ સ્વભાવને બદલે વિભાવમાં રાચી રહેલ છે — વિકારમાં રાચી રહ્યો છે. વિકારમાં રાચવા છતાં, આત્મા પોતાનું નિર્લેપ સ્વરૂપ ખોઈને વિકારી થઈ ગએલ નથી. આ જ તથ્ય સમજાવવા સ્ફટિકરત્નની વાત કરાય છે. કાળા કાગળ પાસે રાખો તો એ કોલસા જેવું દેખાય. પણ દેખાય છે એ ભ્રાંતિ છે. રત્ન તો એવું જ શુભ્ર-ધવલ છે. તટસ્થ પ્રેક્ષક બનીને જે પણ મનના નાટક અને શોરબકોરને જૂએ જાણે છે એમને અવશ્ય ખ્યાલમાં આવે છે કે મન કેવા કેવા વ્યર્થ પ્રલાપો કરી કરી આત્માને તંગ કરી રહેલ છે. તમે એક પ્રેક્ષકની અદાથી મનના અનેક નાટકો જોવાનું કરો.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy