SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૯૩ સ્થિતિના સપ્રેમ સ્વીકારથી સમત્વ ખીલે છેઃ જીવ ઠરેલો રહે છે... ઈન્કાર કરતા જે ઉત્તેજના ને ઉદ્વેગ પેદા થાય છે તે સ્વીકાર આવતા શાંત થઈ જાય છે. ક્યારેક સુખ હોય તો ક્યારેક ઉદાસી પણ હોય – જે હો તે – હું તો એનો માત્ર જ્ઞાતા છું. – જ્ઞાતા જ રહીશ. T હવે મને કોઈ અવસ્થાની ઈતરાજી નથી. ખૂબીની વાત છે કે એવો સુક્ષ્મદ્વેષનો – અરુચિનો ભાવ મનમાંથી કાઢી નાખ્યો ત્યારથી વિષાદ પણ વ્હાલો લાગે છે – અર્થપૂર્ણ લાગે છે.આત્માના અતળમાં ઉતરવામાં વિષાદ કાંઈ બાધારૂપ નથી પણ અપેક્ષાએ સાધક છે. કુદરતી, અકળ રીતે જે કાંઈ – પ્રસન્નતા કે પીડા-ઊપજી આવે છે એ ખરે જ રહસ્યપૂર્ણ હોય; ફૂદરતે બક્ષેલી કોઈપણ સ્થિતિ અંતઃકરણના અહોભાવથી સ્વીકાર્ય જ લેખવી... અને પ્રચૂર પ્રશમરસમાં ડૂબ્યા રહેવું – એ તો જીવન જીવવાની ઉત્કૃષ્ટ કળા છે. 718 લોકો, ખરે જ કહીએ તો જીવતા જ નથી... ખરેખાત જીવન તો છે જીવનના તમામ રંગોના હ્રદયભેર સ્વીકારમાં... જીવનદેવતા જ્યારે પણ જે ઉપહાર આપે એનો ઉપકૃતભાવે સાભાર સ્વીકાર કરી, ‘સમત્વ’ અખંડપણે જાળવી રાખવું એનું નામ જી. . વ..ન.. છે. 70 `મારે કંઈ જ જોઈતું નથી' – જે પણ છે એનાથી મને ૫૨મ સંતોષ છે – એમ સમજી તું ઈચ્છામાત્રનો મૂળથી વિલય કરી નાખઃ તો તું આ પળે જ પરમયોગી છો. બાકી ન જ પામવો હોય તો તો તું ચક્રવર્તીય એશ્વર્ય પામીને પણ સંતોષ પામી શકનાર નથી. ©Þ ભાઈ ! આપણને જે પાત્ર પર રોષ ઉદ્ભવતો હોય – તો બહુ ગહન ગવેષણા કરતા – એ પાત્ર... ક્રોધનું ભાજન છે કે કરુણા નું ? – એ સ્પષ્ટ કળાય આવે છે. જગતના આત્મભાન રહિત ને અસ્વસ્થ ચિત્તવાન જીવો ખરેખર ખોફના નહીં પણ ગહેરી કરૂરુણાના જ ભાજન છે. 70Þ વાત મુદ્દાની એ છે કે આપણા ક્રોધનું કેમે ય કરીને ગહેરી કરુણામાં રૂપાંતર થઈ જવું ઘટે. માનવ જો માનવની વિક્ષિપ્ત સ્થિતિને ખૂબ સમજે... એવી વિક્ષિપ્ત મનોદશાના કારણે એના જીવનની થતી વિડંબનાને સમજે... તો ક્રોધનું સહજતયા કરુણામાં રૂપાંતરણ સંભવે છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy