SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ સાધનાપથ અને આત્મજ્ઞાન ભા...ઈ? જેઓના હૃદયને વિષે બોધની ઘણી ઉજ્જવળ સ્પષ્ટતા વર્તે છે એવા જ્ઞાનીજનને પણ આત્મસ્વૈર્ય પામવા-ટકાવવા અમિત પુરુષાર્થ ફોરવતા જ રહેવું પડે છે તો... અલ્પજ્ઞ એવા આપણે પુરુષાર્થહીન બનશું એ કેમ ચાલશે ? પ્રખર પ્રબુદ્ધદશા પ્રાદુર્ભત થયા વિના અનંત રાગ અને અનંત ષથી વિમુક્ત થવાનું સંભવ નથી... માટે... જીવે ગર્વ ગાળી ; જ્ઞાનદશા નિર્મળ કરવા તાતો પુરુષાર્થ ફોરવવાનો છે. સત્સંગ-સર્વાચન આદિમાં ઓતપ્રોત રહેવાનું છે. પોતે જે પરિસેવેલ છે અને ઘણી સેવી રહ્યો છે એવી વૃત્તિ-પ્રવૃત્તિની અસારતા ભાસીત થવી ઘણી દુર્ઘટ છે. તીક્ષ્ણ વિચારદશા પેદા થાય ને અંતર્મુખ કરીને તત્વખોજમાં ખોવાય શકાય તો જ અસારતાનું પ્રગાઢ જ્ઞાન-ભાન લાધી શકે છે. ભોગો ઉદાસીનભાવે ભોગવાય જાય અને કર્મ ખરી પડે, તથા નવા ન બંધાય; એવું બનવા, કેવી નિર્લેપ આત્મદશા હોવી ઘટતી હશે ?ભાઈ... આ કોઈ સામાન્ય વાત નથી હોં... ખાધા છતાં ઉપવાસી લેખાય એવી અજીબોગજીબ વાત છે. જ્ઞાનીજનોના ચારિત્રમાં રહેલ ગહન મર્મ પામવા કેવી ગહનગાઢ ચિંતવના જોઈએ ? જીવ વાત સાંભળી જાય છે પણ કાંઈ શોચતો-વિચારતો નથી! ભરપૂર-ભર્યાભાદર્યા સંસાર મધ્યે પણ મહાપુરુષો જળકમળવત્ યે જીવતા હશે ? એ સમજાય તો તો ..... અહાહા...! આત્માના અખૂટ જ્ઞાનસામર્થ્યનો જેને પરિચય લાધે છે એના જીવનમાં જંગી પરીવર્તન આવી જાય છે. જ્ઞાનપુરુષાર્થ એ જ એનું જીવન બની રહે છે. અજ્ઞાની અબજો વરસો તપ તપીને ય જે આત્મવિશુદ્ધિ ન સાધે એ તેઓ ક્ષણભરમાં સાધે છે. અહો! જે જે ભોગ-ઉપભોગથી સંસારી જીવો બંધાય છે એથી જ જ્ઞાની ઉલ્ટા અપાર મુક્ત થાય છે. ખર જ જેને મુક્ત થવું છે એને બાંધનાર કોઈ નથી. જાગૃત આત્મદા પાસે કર્મના ઉદયનું કંઈ ચાલતું નથી. દુનિયાનું કોઈ પરિબળ એને બાંધતું નથી.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy