SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ સાધનાપથ અને આત્મજ્ઞાન દેહાધ્યાસ જેનો મંદ પડી ચૂકેલ છે એવા જીવને દેહની પુષ્ટતા કે ક્ષીણતા થતાં કોઈ હર્ષ-વિષાદ પ્રાય ઉદ્દભવતા નથી. દેહના સૌષ્ઠવનું કે દેહના સુખનું એને ઝાઝું મૂલ્ય રહેતું જ નથી. ઉગ્ર આત્મચિંતા. દેહની ચિંતા ઉદ્દભવવા દેતી નથી. ક્રોધ-માન-માયા-લોભ વિ. ઉત્પાદક વાતાવરણ વચ્ચે વસનાર સાધક જો એ કષાયથી અલિપ્ત રહેવાનો સફળ અભ્યાસ કેળવે તો એ ઘડાય ઘડાયને એવી જળકમળવતુ નિર્લેપતા પામી જાય કે સમપરિણતિમય સ્વભાવ બની જાય. કાચ મુવિન વિતરેવ મુવિજ્ઞાા અર્થાત કષાયથી મુક્તિ એજ ખરેખર મુક્તિ છે. ક્રોધ, ધૃણા. ઠેષ. અરુચિ, માનાપમાન, માયા-કપટ, લોભ-તૃષ્ણા તથા સુક્ષ્મમાં સુક્ષ્મ એવો રાગ વિગેરે તમામ વિભાવોથી છૂટી સહજ સ્વભાવમાં વસવાનું છે. પરપદાર્થમાં મારાપણાની મતિ સર્વ કપાયભાવોનું મૂળ છે – સર્વ આંતર ક્લેશનું અને બહીર-ક્લેશનું મૂળ છે. એક માત્ર જ્ઞાનાનંદી આત્મામાં જ મારાપણાની બુદ્ધિ કરવા સિવાય અન્યત્ર ક્યાંય એવી બુદ્ધિ કરવા યોગ્ય નથી. અહાહા....! ક્યાંય કરતા ક્યાંય મારાપણાની બુદ્ધિ ન રહે તો જીવ કેવો તમામ તામસભાવોથી વિમુક્ત થઈ કેવી અપૂર્વ એવી ચિત્તપ્રસન્નતાને પામી રહે એ કેવળ અનુભવે જ ગમ્ય થાય તેવું છે આવો જીવ આત્માનુભવનો અધિકારી છે. ©©es હું કાંઈક છું – એવો અદભાવ અને મારું કાંઈક છે – એવો મમતભાવ છૂટી જાય તો જીવ અલોકીક પ્રસન્નતા – પવિત્રતાને પામી રહે. આત્માનુભવ ઉપલબ્ધ કરવાના કામી જીવે હું-પણું નિરવશેષ ઓગાળી નાખવા જેવું છે. હે જીવ!તું નેત્ર ખોલી જો તો ખરો કે જીવો કેવી કેવી કર્મની સજા ભોગવી રહ્યા છે. માટે કર્મ બાંધતી વેળા ખૂબ ખૂબ ચેતજે. કર્મ બાંધવા સહેલા છે પણ એ જ્યારે ભોગવવાની વેળા આવે ત્યારે... જોનારને પણ કમકમાટી ઊપજી આવે એવા હાલ થઈ જાય છે હોં.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy