SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૭૧ " હું આ શરીરાદિ નથી પણ એનો કેવળ જાણનાર એવો જ્ઞાયક-આત્મા છું મારું કાર્ય શરીર-મન આદિના પ્રવર્તતા કાર્યને જાણવાનું જ છે.' – આવું વિચારી સાધકઆત્મા શક્યતઃ શરીરાદિના કાર્યમાં માથું મારવા ઉત્સાહિત થતા નથી – ઉદાસીન રહે છે. આવશ્યક કારણ વિના દેહની ખાસ પળોજણ – આળપંપાળ કરવી સાધક હૃદયને પાલવતી નથી. જેમ રાજાની કોઈ સાવ અણમાનીતી રાણી હોય ને રાજા એના પ્રતિ સહજ ઉપેક્ષાભાવે વર્તતો હોય છે. એમ સાધક શરીરાદિ પ્રત્યે સહેજે ઉપેક્ષાવંત હોય છે. અન્ય સંસારીજીવોને જેટલી કિંમત વસ્ત્રની હોય છે, એટલી પણ કિંમત જ્ઞાનીને આ દેહની હોતી નથી. અર્થાત અજ્ઞાનીજીવોને વસ્ત્રાદિ પ્રત્યે પણ ગાઢ મૂછ-આસક્તિ હોય છે – જ્યારે જ્ઞાનીને દેહ પરત્વે પણ એટલી આસક્તિ હોતી નથી. કમળ કદી કાદવમાં આસક્ત થાય તો... આત્માર્થી જીવ જગતના જૂઠા સંબંધોમાં આસક્ત થાય – પણ એવું કદી બનતું નથી. આત્મસુખનો આછો પણ પરિચય જેને લાધ્યો છે; એને મન એ સિવાય બીજું કશું સુખરૂપ – સુખદાયક જણાતું જ નથી. ©OS ગમેતેવી અનુકૂળતા કે ગમે તેવી પણ પ્રતિકૂળતામાં પણ સમાન હૃદયભાવ જાળવી રાખવો એ ઘણો ઉત્કૃષ્ટકક્ષાનો પુરુષાર્થ છે. સદાકાળ– ચાહે તેવી સ્થિતિ પરિસ્થિતિમાંય – હૃદયની દશા સદાય એકસમાન પ્રસન્ન બની રહે એ ઘણો ભવ્ય પુરુષાર્થ છે. આ અનુકૂળ કે આ પ્રતિકૂળ એવી ધારણા આપણા પૂર્વગ્રહને લઈને જ છે. આત્મવૃત્તિ જેની પ્રગાઢ થઈ છે એને અનુકૂળ કે પ્રતિકૂળ જેવું કશું ખાસ છે નહીં. કારણકે એના સુખ-દુઃખનું કારણ બાહ્યસંયોગો નથી; પણ આંતરદશા જ છે. DિOS પરપદાર્થમાં હર્ષ થવો એ ઉદાસીન પરિણતીથી ચૂત થવા જેવું છે. ઉદાસીનદશા – કે જે સહજસુખનું કારણ છે – એનાથી નહીં વિછોડાવાની કાળજી સાધકને સદેવ વર્તે છે. એથી કોઈ પરભાવોમાં એ હરખઘેલા કે શોકાતુર થાય એ સંભવ નથી.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy