SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૩૫ સંસારને અસાર સમજવા માટે એના ઊંડા અનુભવોમાંથી અનેકવાર ગુજરવું પડે છે. પૂર્વના સંસ્કારી જીવની વાત જુદી છે... જો કે અનેકવેળાના અનુભવમાંથી પણ અંતર્બોધન પામનારા હોય છે. કાશ, જે પ્રગટ અનુભવથી પણ બોધ પામતા નથી; એ અન્ય ક્યા ઉપાયથી પામશે? મનમાં જ્યારે દ્વીધા પેદા થાય કે આ હિતાવહ કે પેલું હિતાવહ – ત્યારે શાંતભાવે આંતરમંથન-શોધન કરવું...જરૂર પડે ભેજાનું દહીં થઈ જાય એવું આંતરમંથન કરવું. જીવ હિતાહિતનો સચોટ નિર્ણય નહીં કરે તો સાધના પ્રાણવંત કદીય બનવાની નથી. ભાઈ ! ગમેતેમ કરીનેય – કોઈપણ ભોગેય – મનની દ્વીધાભરી સ્થિતિ નિવારી દેવી ઘટે છે. ધીધાવાન કોઈપણ પુરૂષાર્થ કરી શકતો નથી. અથવા એ પુરુષાર્થમાં પ્રાણનો તરવરાટ ભળતો નથી. દ્વીધા પ્રમાદ જગાવે છે. નિરસતા, ઉપેક્ષા આદિ ઘણા દોષ જગાવે છે. DOS પ્રસંગપ્રસંગે... પળેપળે... જે પરમ ઉચિત હોય એ જ કરવાની મારી મુરાદ છે. મારા નાથ ! મને દરેક વેળાએ જે પરમ ઉચિત હોય એનું ભાન તું કરાવજે. મારી પાસે ઉચિત કે અનુચિતનો એવો ગહેરો વિવેક નથી – વિચારણો નથી – જાગૃતિ નથી. . પ્રભુ ! ઉચિત હોય એ જ પાળવાની શક્તિ તું મને આપજે. કોઈ કમજોર પળે હું અનુચિતનો આશક ન બનું... કોઈ પ્રલોભનને વશ થઈને પણ અનુચિત કાર્ય કરું નહીં એવી નિષ્ઠા તું આપજે. ઉત્કૃષ્ટપણે જે ઉચિત હોય એ જ પાળવાની મારી પ્રાણઝંખના છે. પાત્રતાની વાત એવી અદ્ભુત છે કે પાત્ર જીવ બોધમાંથી કદી કંઈ અવળું ગ્રહણ કરતો નથી. અર્થનો અનર્થ એ કદીય કરતો નથી. પ્રત્યેક બોધ એને સુગમતાથી પરિણમતો હોય બોધદાતાને પણ દિલનો દરિયો ઠાલવવાનું મન થાય છે. અમે અનુભવથી જાણ્યું છે કે સરળતાથી કોઈ પાસે કાર્ય જે સહજતાથી કરાવી શકાય છે એ કાર્ય વકતાથી કે જોરજુલમથી અમાપ ધમાલે ય કરી શકાતું નથી. પોતાનું ઈષ્ટ સાધવા જીવે પ્રેમથીવિનમ્રતાથી પ્રયત્ન કરવો ઘટે. આક્રમકતાથી નહીં.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy