SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન હે નાથ ! જીવનમાં મેં જે કાંઈ લાખ્ખોગમે કરણી કરી છે એ બધી ઉચિત જ કરી છે એવો મારો દાવો નથી – બલ્કે, બહુભાગ તો અનુચિત જ કરી છે. પ્રભુ, મને ઉચિત શું અને અનુચિત શું એનું યથાર્થભાન પણ નથીઃ હું મૂઢ કેવળ તારી કૃપા ઝંખુ છું. ૨૩૨ 70 જ્ઞાનીઓ તો કહે છે કે ધર્મ તો પ્રગટ સુખ દેનાર છે. ધર્મ આજે કરો ને સુખ કાલે યા ઘડી પછી મળે. એમ પણ નહીં. – ધર્મ તો રોકડીયો વેપાર છે. હવે કહોઃ ધર્મ કરતાની સાથે જ પરમસુખની સંવેદના અનુભવાય એવો સ્વભાવધર્મ આપણે જાણીયે છીએ ખરા ? @> વ્યક્તિ અને સમષ્ટિના સંબંધોની ઉપર પાપ અને પુણ્યની પરિભાષા છે. કોઈનું હિત ચિંતવો યા હિત કરો એ પુણ્યક૨ણી છે... કોઈનું પણ – નાનામાં જંતુનું પણ – અહિત ચિંતવો યા અહિત કરો તો એ પાપકરણી છે. 0 આત્મસ્વભાવમાં રહેવું એ ધર્મ. બીજા જીવો સાથેના વ્યવહારો પુણ્ય-પાપમાં આવી જાય. આત્માનો પોતાના આત્મા પ્રતિ હિતકારી વ્યવહાર એ ધર્મ; અને આત્મઅહિતકારી વ્યાપાર એ અધર્મ. ધર્મ. અધર્મ વસ્તુતઃ આત્મહિત સાપેક્ષ છે. © સાધકની જ્યાંથી અસમર્થતા અનુભવાય છે ત્યાંથી પ્રાર્થનાનો એનામાં ઉદય થાય છે. જેટલું પોતાની પામરતા અને પુરુષાર્થહીનતાનું ભાન પ્રગટે છે એટલી પ્રાર્થના ઘેરી આર્તનાદમયી બની રહે છે. પ્રાર્થના અંતઃકરણને પાત્ર અને ઊંડું બનાવે છે. 0 ક્યારેક દુનિયા આશિર્વાદથી ઉભરાતી લાગે છે... તો ક્યારેક અભિશાપથી ભરેલી. ક્યારેક એ ફુલવાડી જેવી સોહામણી તો ક્યારેક આપણને ખાવા ધાતી હોય એવી ભાસે છે. વેળા વેળાએ રંગો બદલતી દુનિયા વાસ્તવતઃમાં કેવી હશે એ તો અકળ કોયડો જ છે. પોતે બેકાર ભટકતો હોય તો જીવને મુંબઈ નગરી ખાવા ધાતી હોય એવી ભાસે છેઃ અને વિપુલ અર્થોપાર્જન થવા મંડે તો એ જ નગરી અલકાપૂરી જેવી રમ્ય ભાસે છે. વાસ્તવઃમાં સારા-નરસાપણું સાપેક્ષ છે, માટે ગમા-અણગમાના ખ્યાલ તજી દેવા ઘટે છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy