SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૧૨ પ્રણયની વેદના જેને પરિચયગત નથી એને ઈશ્વરપ્રાપ્તિની વેદના એથી ય કેવી ગહનતમ હોય શકે એ ખ્યાલ નથી આવતો. કહે છે કે પ્રણયની શીખરીય પળોનું સુખ હોય છે એથી ય અદકેરૂ સુખ બ્રહ્મલીનપુરુષો રાતદિન માણે છે – જીવને આ તથ્ય કેમ કરી સમજાય ? 0 પ્રેમમાં જેણે દગો દીધો એનું પણ કલ્યાણ થાવઃ એણે તો પ્રભુ પ્રાપ્તિ પ્રતિ વળી જવાનું સૌભાગ્ય આપ્યું. આખરે જગતના તમામ પ્રેમો પલટાનારા કે નષ્ટ થઈ જનારા જ છે ને ? અનંતકાળપર્યંત ટકે એવી શાશ્વતપ્રિત તો માત્ર આત્મદેવની જ છે. @ આત્મપ્રીતમાં જેની ગાઢ સુરતા જામી છે એ જ જાણે છે કે કેવી અનંત મધુરતા એમા રહેલી છે. એવી અનોધી એ પ્રીતની જાત છે કે જગતની કોઈ ઉપમા ઓછી જ પડે. પરમ સુખ-શાંતિ-સંતોષ-સમાધિની લહેરથી આખું જીવન કૃતકૃત્ય બની જાય છે. જીવને શું ફુમતી સુઝી છે કે જીવનમાંથી પવિત્રપ્રેમને તિલાંજલી આપી એ બીજી બીજી હજારો બલાઉપાધિઓમાં અટવાય પડ્યો છે. ભૂલી ગયો છે કે સાચો પ્રેમ સંપાદન કરવા તો ઉપાધિઓ ઊભી કરેલી ! કાશ, ઉપાધિઓમાં અટવાયને કેટલું ભાન ભૂલી ગયો !!? 710 ભાઈ...! જીંદગીની બરબાદી કરી એટલી કરી, હવે કોઈ ઉત્ક્રાંત પરિવર્તન લાવવા પ્રાણમાં તડપન જગાવ. અને ઉપાધિઓની વ્યર્થતા સમજવા ને એને પરિહરવા કટીબદ્ધ બન... જેટલી ઉપાધિ ઓછી થશે એટલી ઉપાસના વધુ ને વધુ જામી શકશે. 0 બિસ્મીલ્લાખાનની શહેનાઈમાં, રવીશંકરની સિતારમાં, યહુદી મેનુહીનના વાયોલીનમાં કે હરીપ્રસાદની બંસરીમાં જે ગંભીરમધુર સંવાદ છે – એવો સંવાદ, એવું સંગીત તારે જીવનમાં ગુજાવવું છે ? તો સાચા તત્ત્વજ્ઞાનીને ખોજી તત્ત્વોપાસનામાં તરબોળ થઈ જા. ભાઈ ! જીવનમાં જે બગાડો છે એ કોઈ બાહ્યકારણથી નથી – આંતરિક કારણથી જ છે. એ અર્થે અંદરની દૃષ્ટિ પલટાવવાની જ પરમ આવશ્યકતા છે. દષ્ટિકોણ પલટાવવા તો ઘણું વૈચારિક તપ કરવું પડશે. સત્સાહિત્યનું વાંચન, મનન, અનુશીલન કરવું પડશે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy