SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન _૨૦૧ આત્માનુભવના અભાવમાં...સાધકહ્યદયમાં એવી પરંમ ગાઢ માયુસી પથરાય કે શ્વાસ પણ થંભી જાય...જીવ ક્યાંય હરે નહીં...કશાની રુચિ કે ઈચ્છા જામે નહીં...કોઈના દિલાસાની ઈચ્છા પણ ન રહે...માયુસીમાં જ મટી જવાનું દિલ રહે.. પોતાનો ભીતરનો ભગવાન શું કરવાથી રાજી રહે – પ્રસન્ન થાય. અને શું કરવાથી અંતર્યામિ નારાજ થાય એનું સ્વચ્છ પરિજ્ઞાન સાધકને હોવું ઘટે છે. અંતર્યામિ નારાજ થાય એવી કોઈપણ વૃત્તિપ્રવૃત્તિથી સાધક ત્વરાથી પાછો વળી, નિષ્ક્રિય થઈ અંતર્યામિનું ધ્યાન કરે છે. મનને મીઠી લાગે એ વાત હંમેશા સારી જ હોય એમ નથી. જે વાત સારી હોય એ મનને હંમેશા મીઠી જ લાગે એવું પણ નથી. મનને અણગમતી વાત આત્મહિતકર પણ હોય; ને મનને ગમતી વાત આતમહાનીકર પણ હોય. મનના સર્ટીફીકેટ ઉપર મદાર ન બંધાય. ઉપલક મન નહીં– પણ, ભીતરનો પ્રભુ શું કહે છે...એ ઉપર કોઈપણ કરણીનો મદાર બાંધવો ઘટે. જો કે, મનનો ઢોલ વાગતો હોય ત્યાં અંતરાત્માની પીપૂડીંસંભળાવી કઠીન છે...છતાં સાંભળવાવાળા અંતરાત્માનો નાદ ધીમો હોય તો પણ સાંભળી લે છે જ. અંતરતમનો સ્પષ્ટ રણકાર ગુંજતો હોવા છતાં, એથી વિરૂદ્ધ કાર્ય કરવા ક્યારેક મન જીવને મજબૂર કરતું હોય છે. જીવ સુપેઠે જાણતો હોય છે કે આ કાર્ય આચરણીય નથી. છતાં – મનની નાદાન જીદના કારણે થોડુંઘણું નમતું મૂકવા સિવાય છૂટકો પણ થતો નથી. સાધકને એનો ખેદ રહે છે. જ©ON: મનની કોઈપણ નાદાન માંગણીને વશ જ ન થાય એવા આત્મસંયમવાન પુરુષો પણ મન સાથે બને એટલું સમજાવટથી જ કામ લે છે – બને ત્યાં સુધી વિગ્રહ થવા દેતા નથી. નાદાન મન શાણું અને સમજું થાય એ અર્થે સાધકે ઘણા પૈર્યથી પ્રતીક્ષા કરવાની છે. મનની ઉપેક્ષાનો પણ એક માર્ગ છે. ઘણીવાર સમજાવવા જઈએ તો એ ઉર્દુ એનો કક્કો જ જોરશોરથી રટવા લાગે છે. ચઢતા તાવમાં દવા ને અપાય પણ ઉતરતા તાવમાં આપી શકાય; એમ મનના ચઢતા આવેગમાં એને ઉપદેશ પણ ન અપાય...એની સરિયામ ઉપેક્ષા જ સારી.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy