SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૯૦ કલ્પનામાં ને કલ્પનામાં ગુલતાન થઈને જીવ પાયા વિનાના કેટકેટલાય મહેલ ચણે છે. એવા એવા અરમાનો કરે છે જે સફળ થવા સંભવ જ ન હોય, પરસ્પર વિરૂદ્ધ એવા પણ પાર વિનાના મનોરથ કરે છે...કલ્પનાથી ઘડે અને કલ્પનાથી ભાંગે એવું ચાલ્યા જ કરે છે ! સભ્ય પુરુષાર્થ થવો જ દુર્લભમાં દુર્લભ છે...બાકી અસમ્યફ પુરુષાર્થ તો જીવ ભીષણકક્ષાનો કરી છે. જેટલો પુરુષાર્થ આ જીવે કર્યો છે જીવનમાં એના હજારમાં ભાગનોય જો સમ્યગુ પુરુષાર્થ સંભવ્યો હોત તો જીવનો નિષે ઉદ્ધાર થઈ ગયો હોત. આત્મહિતના નિર્ભેળ લો, આત્મજાગૃતિપૂર્વક, યથાર્થ વિધિએ પુરુષાર્થ થાય તો નિષે બહુ અલ્પકાળમાં જીવનું પરમાત્માન થયા વિના રહે નહીં. ગુરુગમ વિના મહટ્ટાય યથાર્થ સૂઝબૂઝપૂર્વકનો પુરુષાર્થ સંભવતો નથી. આત્માર્થી સાધકને કોઈનાય પરત્વે નફરત દિલમાં હોય જ નહીં. સર્વને એકસમાન દષ્ટિથી નિહાળનારને નફરત ઉગવા સંભવ જ નથી. સાધક એવી અહી સમદષ્ટિ ધરાવતો હોય છે કે ગમે તેવા પાપી યા હીન જીવપ્રત્યે પણ એને આત્મવત્ ભાવ હોય છે. નફરતની વૃત્તિ ઉઠે તો એ એટલા અંશે દિલમાં રાગ-દ્વેષના કચરા પડેલા છે, એમ સૂચવે છે. તક મળતા જ ભીતરના રાગ-દ્વેષ ઉપર ઉભરી આવે છે. રાગ કે દ્વેષના એવા ઉદ્દગમને તાબે ન થતાં જીવે તે વેળાએ સમદષ્ટિ જગવવા યત્ન કરવો જોઈએ. જs રાગની વૃત્તિ ઉઠે એ વેળા જ સાધકે સાવધ થઈ વીતરાગતાનું ધ્યાન કરવાનું છે. ઉઠેલી વૃત્તિને તત્ક્ષણ ઉદાસીનભાવમાં પરિવર્તીત કરી દેતા આવડે તો જીવ જંગી લાભ ખાટી શકે છે. રોગ સામો આવે તે વેળા જ એને પરાસ્ત કરવામાં મહાપરાક્રમ રહેલું છે. અંતરમાંરાગ-દ્વેષનું વાવાઝોડું ઉઠે ત્યારે તો જીવે જરાપણ ગાફેલ રહેવું ઘટે નહીં. સમભાવ કેળવવાનો આનાથી મહાન અવસર બીજો કોઈ નથી. ખૂબ જાગૃત થઈ જીવે આત્મચિંતનમાં કે તત્વાનુશીલનમાં ઓતપ્રોત થઈ જવું ઘટે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy