SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ સાધનાપથ અને આત્મજ્ઞાન સ્પૃહા કરવી જ હોય તો...મન જ્યાં ઠરીને સહજ વિશ્રાંતિને પામે એવા પરમ સત્સંગની જ સ્પૃહા કરવા યોગ્ય છે. જે સઘળી સ્પૃહાઓના સંતાપમાંથી જીવને ઉગારી લે...જીવને કૃત્યકૃત્ય બનાવી દે એવો સત્સંગ જ એકમાત્ર વાંછનીય છે. જીવ ચિંતન કરે એ રૂડું છે – પણ, એ ચિંતન બંધ કરનારૂં બને છે કે મુક્તિદાતા – એ ઘણો ઊંડો સવાલ છે. ધ્યાન-ચિંતન જો આત્મલક્ષી ન રહે તો ખતરાનો પાર નથી, માટે એકાંત-મૌન-ધ્યાનની સાથોસાથ ‘સત્સંગ પણ ખૂબ ખૂબ રાખવા યોગ્ય છે. મુમુક્ષુ અર્થાત્ મોક્ષાભિલાષી જીવે, લબ્ધ સત્સંગની અવગણના કરીને, ચિંતન-મનન કે ધ્યાનાદિના રવાડે ચઢવું સરાહનીય નથી. સત્સંગની સાથોસાથ પોતાની ભૂમિકા અનુસાર ચિંતન-મનન કે ધ્યાન વિગેરે આરાધાય એ શ્રેયસ્કર છે. છOS નિર્વિકલ્પ સ્વરૂપનું ધ્યાન બહું અનોખી ચીજ છે. સ્વરૂપબોધ સુસ્પષ્ટ થયા પછી જ એવું આત્મધ્યાન ઉદ્દભવે છે. અહાહા...નિર્વિકલ્પ સ્વરૂપનું ધ્યાન એ ત્રિભુવનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવી અદ્ભુત ઉપલબ્ધિ છે. વિરલા જીવને એ લબ્ધિ લાવે છે. ધ્યાનના નામે ભળતાં રવાડે ચડી ગયેલા જીવોની અપરંપાર દયા આવે છે. અંદરમાં વિચારોના વંટોળ ઘુમરાતા રહે ને જીવ માને કે મને ધ્યાન લાધ્યું છે – આત્મધ્યાન લાધ્યું છે – તો એના જેવી કાતિલ આત્મવંચના બીજી એકપણ નથી. સચિંતન-મનનના રાહે તકેદારીપૂર્વક આગળ વધનાર મન, આત્માને નિર્વાણ પણ સાધી આપે છે - અને – એ જ મન જો રાગ-દ્વેષના રવાડે ચડી જાય તો આત્માનું નખ્ખોદ પણ વાળી નાખે છે – સાવકે ખૂબ ખૂબ સાવધતા વર્તવાની આવશ્યકતા છે. મન જ્યાં જવા માંગે ત્યાં એને જવા દેવું કે મને જે માંગે તે એને આપી દેવું ઉચિત નથી. મનનો જય કરવો હોય તો મનને રુચે એવું નહીં પણ, આત્મનુને હિતકારી હોય એવું કરવા મનને મનાવી લેવું ઘટે છે. આત્મદઢતા હશે તો મનને અવશ્ય માની જવું પડશે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy