SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સાધનાપથ અને આત્મજ્ઞાન સંસારનાંમોહમૂઢ પ્રાણીઓ અરસપરસ એકબીજા પાસે પ્રેમ આદિની અપેક્ષા રાખે છે. એ ભૂલી જાય છે કે ઝોળી તો સામાની પણ ખાલી છે. સામા પણ ઝોળી ફેલાવી એવી જ અપેક્ષા રાખે છે. સૌ ભીખ માંગી રહ્યા છે. કેવું કરુણ છે આંતરદારિદ્રય ! અનુભવી પુરુષોએ જગતનાં પરિવારોને ધૂતારાઓની ટોળી કહી છે તે નગ્ન સત્ય છે. જેની પાસે આંતરધન નથી એ કાંઈ લૂંટાવાનો નથી – પણ – જેની પાસે ધ્યાનાદિ વડે આંતરસંપત્તિ પેદા થઈ છે એ જો સાવધ થઈ સુવિવેકથી ન વર્તે તો... માટે જ જ્ઞાનીઓ અંતર્મુખવૃત્તિએ જીવે છે. જ્ઞાનીઓ કહે છે સમજ્યા તે અંતરંગમાં સમાઈ ગયા. બહુ જ સાચી વાત છે. વિશ્વની વસ્તુસ્થિતિ સમજીને, કરુણા ઇત્યાદિ કોડ સેવવાને બદલે બને તેટલા ઊંડા અંતરમાં સમાઈ જવા જેવું છે. અનંતા સિદ્ધો એમ જ સ્વમાં સમાઈ ગયા છે. અતિ અતિ ગહન વાત છે.. દુનિયાનાંજનો તો પોતે દેવાળીયા છે ને જગતગુરુ બની આખા જગતને દાન આપવાની, આભ ફાડી નાખે એવી પરાક્રમની મંછા ધરે છે !... દુનિયાનું વાસ્તવઃ સ્વરૂપ ઘણું વહj અર્થાતું ભયંકર છે. એ તો જ્ઞાની – ધ્યાનીને પણ લૂંટી જનારી જમાત છે. – નાના શિશુ જેવી એ નિર્દોષ નથી. જઈOS ખરેખરો ખપી જીવ આવે તો જ્ઞાની ઘણી કરુણા કરવા તત્પર હોય છે. પણ એવો ખપી જીવ તો લાખો માં લાવે નહિ ને કરોડમાંય કોઈક જ હોય.બાકી, વાચાળ જીવો ઉપદેશ લાયક નથી. તૂટેલા તળીયાના પાત્ર જેવા જીવો પરમતત્વના બોધને લાયક નથી. અનંતાજ્ઞાની એથી મન રહ્યા. જીવ! જગતને બોધ-પ્રબોધ દેવાના ઓરતા છોડી ; તું સ્વયં ધ્યાનના મહોદધીના અતળમાં ઊતરી જા એમાં ડૂબકી લગાવ્યા પછી તેને બહાર પડવાના કે જગત્ પૂજય થવાના ઓરતા જ નહિ રહે. તત્વવિદો કરૂણાને પણ અશુદ્ધિ કહે છે. એનું રહસ્ય તને અંતરમાંથી લાધશે. પહેલા કોઈ તત્વજ્ઞાનીના આશ્રયમાં જા અને વસ્તુસ્થિતિના હાર્દને સમજ. અંદરમાં એના મર્મને ખૂબખૂબ પચાવ, તત્વજ્ઞ થયા પછી પરના તારણહાર થવું હોય તો તારી મરજી ! પણ વસ્તુસ્થિતિનું યથાર્થ સ્વરૂપ જાણ્યા-પિછાણ્યા વિના એવા વેગ-આવગમાં જંપલાવીશ નહીં.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy