SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ સાધનાપથ અને આત્મજ્ઞાન મોહનો ઉભરો આવે ત્યારે નાચિઝ વસ્તુ પણ પાર વિનાની મૂલ્યવાન ભાસે છે. મોહજ્વર ઉતરી જતાં, એ વસ્તુના મૂલ્ય પણ ઓસરી જાય છે. રાઈના ભાવ તો રાતે ગયા' – જેવું થાય છે. જીવે આવા મોહથી ખૂબ સાવધ થવાની જરૂર છે. જDON મોહ જીવને ઘણું લલચાવે છે. અવનવા નાચ નચાવે છે. – ન મળેલી વસ્તુનું મૂલ્ય એ હજારોગણું બતાવે છે. જીવ એમાં સ્વર્ગ દેખે છે. – પણ એ જ વસ્તુ જ્યારે ઉપલબ્ધ થઈ જાય છે ત્યારે બે-ચાર દિવસમાં જ એનું મૂલ્ય ઓસરવા લાગે છે. માનવીનું મન જ એવું અજીબોગજીબ છે કે મળેલ વસ્તુની એને કોઈ કિંમત જ નથી ! ન મળેલા માટેના કકળાટમાં જ એને રસ છે. નિરંતર કકળાટ અને ઉકળાટ ઠાલવી એ જીવને કોઈ વાતેય જંપ લેવા દેતું નથી. વાંઢાને સારા જીવનસાથીનું મૂલ્ય કેટલું અમાપ હોય છે એ તો માત્ર વાંઢા જ જાણે છે – પણ, જેને સારો જીવનસાથી મળી ચૂકેલ છે એને પૂછો કે તમે સુખી છો ? ત્યકૃત્ય છો ? જવાબ મળશે કે મનનો અજંપો ચાલુ જ છે...ચાલુ જ છે. ખરે જ આ ઠગારું મન મળેલાનું મૂલ્ય હજારમાં ભારેય સમજતું નથી. હા, જો એનો વિયોગ થઈ જાય તો પાછું ઉત્તરોત્તર એનું મૂલ્ય વધવા માંડે. મનની આવી અસંતુષ્ટ પ્રતિ હોય એને કોણ પરિતોષ પમાડી શકે ? દેવો પણ નહીં. દેવોને તો મળ્યું છે અપરંપાર... તોય એ બીજા દેવોથી તુલના કરી, પોતાને એથી અલ્પ મળ્યાનો બળાપો વેદી વેદી દુઃખી થાય છે. ત્યારે દેવો પણ જો સુખી નથી તો આ સંસારમાં બીજા કોણ સુખી છે ? સંતોષીનર સિવાય કોઈ સુખી નથી. આ સંસાર સામગ્રી વિના જેટલો દુઃખીત છે એનાથી કઈગુણો સંતોષ વિના દુઃખીત છે. સંસાર કરૂણ જરૂર છે – પણ, એની કરૂણતાની પરાકાષ્ટા તો અજ્ઞાનને લઈને જ છે. અજ્ઞાન, સંસારના દુઃખોને અનંતગુણા વધારી મૂકે છે. કે. 15 . 2.0,051 4.4.4.4.4.4.4 . '
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy